દક્ષિણ કોરિયાનાં જેજૂ દ્રિપ પાસે 325 વિદ્યાર્થીઓ સહિત 477 લોકોને લઇને જઇ રહેલુ એક જહાજ દરિયામાં ડૂબી ગયુ. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે 100 વધુ લોકો લાપતા બન્યા છે. દક્ષિણ કોરિયાનાં અધિકારીઓએ જણાવ્યુ કે રાહત અને બચાવ અભિયાન યથાવત્ છે. યોનહાપ સંવાદ સમિતિએ જણાવ્યુ કે જહાજમાંથી 368 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા છે.
જો કે બચાવવામાં આવેલા લોકોની સંખ્યાની પુષ્ટિ હજુ સુધી થઇ નથી. સિવોલ નામનાં આ જહાજે સવારે ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલ્યા, જે બાદ તટરક્ષક દળની ટુકડી તાબડતોબ રવાના થઇ. 18 હેલિકૉપ્ટર અને 34 નૌકાએ રાહત કાર્ય માટે પહોંચી.
જહાજ એક તરફ ઝૂકી ગયુ, જેથી તેના પર સવાર લોકોમાં ગભરાહટ ફેલાઇ ગયો. 6825 ટનનું આ જહાજ ગઇ કાલે પશ્ચિમી બંદર ઇંચિયોનથી રવાના થયુ હતુ. અને બ્યૂંગપૂંગ દ્રિપથી 20 કિલોમીટર દૂર જળસમાધી લીધી.
DP
Reader's Feedback: