નવી દિલ્હી : ભારત માટે લંડન ઓલિમ્પિકમાં રજત ચંદ્રક મેળવનાર વિજયકુમારે એક સમયે ભારતીય સેના તરફ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સેના તેઓને પ્રમોશન આપતી નથી પરંતુ હવે તેમણે મેડલ જીત્યા બાદ આર્મીએ વિજયકુમારની આ નારાજગી દૂર કરી છે અને વિજયકુમારને સુબેદારમાંથી મેજર સુબેદાર બનાવી દેવાયાં છે.
જો કે આ પદ માટે રાષ્ટ્રપતિ દ્વારા અનુમતી મળવાની બાકી છે પરંતુ સેનાએ વિજયકુમારને પ્રમોશન આપી દીધું છે. ઓલિમ્પિકમાં પદક જીત્યા પછી ભારતીય સેનાએ વિજયકુમારનું સન્માન પણ કર્યુ હતું.
ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરવા બદલ વિજયકુમારને આર્મી ચીફે રૂ. 30 લાખ અને પ્રશસ્તિપત્ર આપી તેમને સન્માનિત કર્યા હતા.
JD/DT
Reader's Feedback: