ટીવી અભિનેત્રી શિવાંગી શર્મા હવે સીરિયલ સસુરાલ સિમર કામાં નજરે પડશે. કનિકા શિવપુરી તથા કરુણા વર્મા બાદ શિવાંગી શોનો નવો હિસ્સો બનશે. ટ્રેડિશનલ સિમ્પલ ગર્લ તરીકે તે શોમાં એન્ટ્રી કરશે તેવા સમાચાર છે.
શિવાંગીએ જણાવ્યું હતું કે, શોમાં તેના પાત્રનું નામ ભક્તિ છે. જે ખૂબ જ પ્રેમાળ અને કાળજી રાખતી ગર્લ છે. જેનાથી તમે અભિભૂત થઈ જશો. આ રોલ ઘણો અલગ છે અને લોકોને મારું આ નવું પાત્ર ચોક્કસ ગમશે તેવો મને વિશ્વાસ છે.
આ પહેલા શિવાંગી ના આના ઈસ દેશમેં લાડો, યહાં મેં ઘર ઘર ખેલી, સાવધાન ઈન્ડિયા, દેવો કે દેવ મહાદેવ જેવી સીરિયલમાં નજરે પડી ચૂકી છે.
MP
Reader's Feedback: