ભરુચ જિલ્લાના નેત્રંગની આદર્શ નિવાસી શાળાના સભાખંડમાં યોજાયેલા આ સેમિનારમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર (ડી.આર.એમ. પ્રોજેક્ટ)ભાવેશ ગોહિલે પુર, વાવાઝોડું, ભૂકંપ અને આગ જેવી આપતિઓ વિષે જાણકારી હશે તો જ હોનારત ટાળી શકાશે, એમ જણાવી આપત્તિઓ આવે ત્યારે ગભરાવાને બદલે સલામતી રાખવી જરૂરી છે. તેઓએ ગ્રામ્ય વિસ્તારમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી ઘટનાઓ સમયે આપત્તિઓ વિષે જાણકારી હશે તો જ સલામતી જાળવી શકાશે અને બીજાને મદદરૂપ થઇ શકીશું તેમજ જાનમાલના નુકશાનથી ઉગરી શકાશે એમ ઉમેર્યું હતું.
હાલમાં ચોમાસાની ઋતુનો ઉલ્લેખ કરીને આ સમય દરમ્યાન તકેદારી રાખવા પર ભાર મુકતા ગોહિલે આવા સમયમાં કોઈપણ વિસ્તારમાં કોઈપણ સમયે વીજળી ત્રાટકવાની સંભાવના છે ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ન કરવા અને વૃક્ષો નીચે ઉભા ન રહેવા સમજણ આપી હતી. આવા સમયે પાકા મકાનોનો આશરો લેવા જણાવ્યું હતું.
સરકારી કોલેજના આચાર્ય જે.સી.ઠાકોર અને અધ્યાપક નારણભાઈ રાઠવાએ કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ વિષે વિસ્તૃત છણાવટ કરી કોલેજના યુવક-યુવતીઓમાં આપત્તિઓ વિષે જાણકારી હશે તો બીજાને મદદરૂપ થઇ શકશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક નિખિલેશ ઉપાધ્યાયે સમારોહના પ્રારંભમાં પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
નેત્રંગની સરકારી કોલેજમાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતીઓને આ સેમિનારમાં અગ્નિ
Reader's Feedback: