Home» Business» General» Rcom tatateleservices aircel tie up for 3g services

3G માટે આરકોમ, ટાટા, એરસેલનો ત્રિપક્ષીય કરાર

એજન્સી | April 28, 2014, 04:26 PM IST

નવી દિલ્હી :
ટેલિફોન કંપની રિલાયન્સ કોમ્યુનિકેશને ટાટા ટેલીસર્વિસિઝ તથા એરસેલ સાથે ત્રિપક્ષીય કરાર કર્યો છે. આ કરારનો હેતુ એકબીજાના નેટવર્કનો ઉપયોગ કરીને ગ્રાહકોને રોમિંગ સેવા સહિત 3જી સુવિધા પૂરી પાડવાનો છે.  આરકોમ અને એરસેલ પાસે 12 વિસ્તારમાં 3જી સેવા પૂરી પાડવાની મંજૂરી છે, જ્યારે ટાટા પાસે 3 વિસ્તારમાં 3જી સેવાની મંજૂરી છે.
 
કંપનીએ કહ્યું હતું કે, અમને આનંદ છે કે અમે એવી પહેલી કંપની છીએ જેણે અન્ય ટેલીકોમ કંપનીઓ સાથે ભાગીદારી કરીને પોતાના ગ્રાહકોને 3જી રાષ્ટ્રીય રોમિંગ સેવા પૂરી પાડવાની રજૂઆત કરી હોય. આરકોમના ગુરદીપ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ગઠબંધનથી આરકોમ દેશની મુખ્ય ડેટા ઓપરેટર તરીકે મજબૂત બનશે. કંપનીના આ પગલાંથી તેને પોસ્ટપેઈડ અને કોર્પોરેટ ગ્રાહકોના બજારમાં ભાગીદારી વધારવામાં મદદ મળશે. આરોકમ સર્કલમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.
 
આ કરારથી આરકોમની પહોંચ હવે એરસેલની હાજરીવાળા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળશે. આ બાજુ ટાટા ટેલિ સાથે કરાર કરીને આરકોમ મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સાથે જોડાઈ શકશે.
 
આ ભાગીદારી વડે એરસેલ અને ટાટા ટેલિને દિલ્હી તથા મુંબઈ જેવા સૌથી મોંઘા સેવા ક્ષેત્રોમાં પહોંચવાની મદદ મળશે. આ ક્ષેત્રોમાં આરકોમને મંજૂરી મળી છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર, 2013ની સમાપ્તી વખતે આરકોમ પાસે 3.62 કરોડ ડેટા ગ્રાહકો હતા. જેમાંથી 1.11 કરોડ 3જી ગ્રાહકો હતા.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %