ઘણા સમયથી સમાચાર વહેતા થઈ રહ્યાં હતાં કે બેંકો હવે પોતાના ગ્રાહકો પાસેથી એટીએમ ચાર્જની વસુલી કરશે. જેમાં એક મહિનામાં પાંચથી વધુ વખત ગ્રાહકો પોતાના બેંકના એટીએમથી પૈસા ઉપાડશે તો તેમની પાસેથી એટીએમ ચાર્જ વસુલવામાં આવશે. પરંતુ આ બાબતે આરબીઆઈ ડેપ્યૂટી ગર્વનર કે.સી. ચક્રવર્તીએ આ વહેતા સમાચારને જાકારો આપ્યો છે.
ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂં દરમ્યાન આરબીઆઈના ડેપ્યૂટી ગર્વનર કે.સી.ચક્રવર્તીએ જો કોઈ ખાતાધારક પોતાનીજ બેંકના એટીએમથી પૈસા ઉપાડવા માટે ચાર્જ ભરે તો તેનાથી વધારે હાસ્યાસ્પદ શું હોઈ શકે.
આ પ્રકારનો ચાર્જ દુનિયામાં ક્યાંય લેવાતો નથી . પૈસા ઉપાડવાની પ્રક્રિયામાં આટલો ખર્ચો આવે છે તો બેંક પોતાની બ્રાંચોમાંથી પૈસા ઉપાડવા માટે ચાર્જ લગાવી દે. બજારમાં પ્રતિસ્પર્ધા ઓછી છે એટલે બેંક આ પ્રકારની પાયાવિહોણી વાતો કરી રહી છે. અમે વધારેમાં વધારે બેંક ખોલીશું તો આ પ્રકારની ખામીઓ દૂર થઈ જશે.
હમણાં જ બેંકોએ કોસ્ટ વધવાની ફરિયાદો શરૂ કરી છે. અનેક રાજ્ય સરકારે બેંકો માટે એટીએમની ચોવીસ કલાક સુવિધા જરૂરી કરી દીધી છે. ઈન્ડિયન બેંક ઓફ એસોસિયેશનનું કહેવું છેકે એટીએમની સિક્યુરીટી ગોઠવવા માટે બેંકો ઉપર ચાર હજાર કરોડ રૂપિયાથી વધારે ભારણ આવે છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ઈન્ડિયન બેંક ઓફ એસોસિયેશનના સીઈઓ એમ.વી. ટંકસાલે કહ્યું હતું કે અમારી પાસે ચાર્જ વધારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમે એટીએમ મારફતે નાણાંની લેવડદેવડ કોઈ ગ્રાહક મહિનામાં પાચ વખત મફત કરી શકે તે પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો છે.
રસપ્રદ વાત એ છેકે બેંકો તરફથી આ પ્રસ્તાવ ત્યારે આવ્યો છે જ્યારે આરબીઆઈ ગ્રાહકોને એટીએમનો વધારે ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહી છે. તેમનું માનવું છેકે વધારે વપરાશથી બેંકોની બ્રાંચ કોસ્ટ ઓછી થશે.
RP
Reader's Feedback: