વર્તમાન સમયે પોતાની બેંકના એટીએમથી પૈસા કાઢવા માટે ગ્રાહકોને વધારાના રૂપિયાની ચૂકવણી કરવાની ફરજ પડતી નથી. પરંતુ હવે એટીએમ થી પૈસા કાઢવા મોંઘા સાબિત થશે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેંકોને એટીએમ દ્રારા પૈસા કાઢી રહેલા ગ્રાહકો પાસેથી નિશ્ચિત રૂપિયા એટીએમ ફી તરીકે વસુલ કરવાની અનુમિત આપવા જઈ રહી છે.
રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગવર્નર કે.સી ચક્રવર્તી કહ્યુ કે બેંક આ પ્રકારની સેવા માટે ફી માંગે તેમાં આરબીઆઈને કોઈ વાંધો નથી. જો બેંક એટીએમ મારફતે થતી નાંણાની લેવડદેવડમાં કોઈ યોગ્ય ફી વસુલે તો આરબીઆઈને કોઈ વાંધો નથી. નોંધનીય છેકે રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગવર્નર કે.સી.ચક્રવર્તી આરબીઆઈની બેંકિગ સેવાઓના ઇંચાર્જ છે. જોકે તેમણે એ પણ ઉમેર્યું કે તેમની પાસે આવો કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ નથી.
વર્તમાન સમયમાં બેંકનો ગ્રાહક પોતાની બેંકના એટીએમથી મહિનામાં અનેક વખત રૂપિયા ઉપાડી શકે છે. જ્યારે અન્ય બેંકના એટીએમથી મહિનામાં પાંચ વખત કાઢી શકે છે. બેંકને એટીએમ મારફતે થતી લેવડદેવડમાં બીજી બેંકને રૂપિયા 15 ચૂકવવા પડતા હોય છે. હવે આ ભારણ બેંક ગ્રાહકો પર આવી શકે છે. જોકે હજૂ આ બાબતે ઈન્ડિયન બેંક એસોસિયેશન ચર્ચા વિચારણ કરી રહ્યું છે.અને સત્વરે જ આ બાબતે નિર્ણય લઈ શકે છે.
RP
Reader's Feedback: