Home» Sports» Hockey» Ranchi rhinos crowned hil champions

રાંચી રાઇનોઝ બન્યુ એચઆઇએલ વિજેતા

એજન્સી | February 11, 2013, 04:58 PM IST

રાંચી : રાંચી રાઇનોઝ ત્રણ ક્વાટરમાં પાછળ હોવા છતાં મેચમાં શાનદાર પરત ફરતા દિલ્હી વેવરાઇડર્સને 2-1થી હરાવીને પહેલી વાર હોકી ઇન્ડીયા લીગનું ટાઇટલ જીતી લીધું હતું.

રાંચીની ટીમ પહેલા ત્રણ ક્વાટરમાં 0-1થી પાછળ હતી પરંતુ ત્યારબાદ યજમાન ટીમે છેલ્લા ક્વાટરની 10 મીનીટમાં જ બે ગોલ કરી દેતા દિલ્હીની ટીમ પાસેથી ટાઇટલ પર વિજય મેળવ્યો હતો. રાઇનોઝની ટીમ વતી આસ્ટિન સ્મિથ અને મનપ્રીત સિંહે ગોલ કર્યા હતા જ્યારે દિલ્હીમાંથી એકમાત્ર ગોલ સાઇમને કર્યો હતો.

આમ અગાઉની મેચમાં દિલ્હીના હાથે થયેલા પરાજયનો બદલો રાંચી રાઇનોઝે લીધો હતો. આ અગાઉ દિલ્હીએ બે મેચોમાં 5-4 તથા 5-2થી હાર આપી હતી. આ પહેલા ઉત્તર પ્રદેશ વિજાર્ડસના સુકાની રઘુનાથે કરેલ ત્રણ ગોલ સહિત ચાર ગોલની મદદથી જેપી પંજાબ વારિયર્સને 4-3થી હરાવી ત્રીજા સ્થાને રહ્યું હતું.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %