રાજકોટ જીલ્લા પંચાયત કચેરીનું આજે વર્ષ 2014 - 15 નું 701.75 કરોડનું બજેટ સત્તા પક્ષ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં આરોગ્ય , પ્રાથમિક સુવિધાઓ જેવી કે લાઈટ , પાણી , ગટર સહિતની સુવિધાઓ આવરી લેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જયારે વિરોધ પક્ષ દ્વારા આ બજેટ ભ્રામક હોવાનું અને કોઈપણ પ્રકારના વિચાર કર્યા વિના આ બજેટ બનાવવામાં આવ્યું હોવાનું કહીને બેનરો દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અને સામાન્ય સભામાંથી વોક આઉટ કર્યો હતો.
રાજકોટ જીલ્લા પંચાયત કચેરીનું આજે સત્તા પક્ષ દ્વારા વર્ષ 2014- 15 નું 701.75 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું.આ બજેટ અંગે આજે સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં સત્તા પક્ષ દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેવી કે લાઈટ , રસ્તા , ગટર , પાણી , આરોગ્યલક્ષી સુવિધાઓ , શિક્ષણ લક્ષી સુવિધાઓ સહિતની આવરી લેવામાં આવી છે. આજે આ બજેટ રજુ કરવામાં આવ્યું હતું અને આ બજેટ સંપૂર્ણ ગરીબ પ્રજા લક્ષી બનાવવામાં આવ્યું હોવાનું પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા આજે બજેટ સંપૂર્ણ પાયાવિહોણું હોવાનું જણાવી વિરોધ દર્શાવ્યો હતો.વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બજેટ કોઈપણ પ્રકારની વિચારણા કર્યા વિના બજેટ બનાવવામાં આવ્યું છે. આ બજેટમાં પ્રજાને કોઈપણ પ્રકારના ફાયદાઓ થવાનો નથી. અગાઉ મંજુર થયેલા બજેટ મુજબની રકમનો એકપણ જગ્યાએ યોગ્ય ઉપયોગ થયો નથી. આંકડાઓની માયાજાળ માટે દરેક બજેટ મુકવામાં આવે છે, પરંતુ રાજકોટ જીલ્લા પંચાયતના સત્તા પક્ષને આંકડાઓની માયાજાળ પણ બનાવતા આવડ્યું નથી. સામાન્ય પ્રજાને પણ ખબર પડી જાય તે રીતનું માત્ર મુકવા ખાતર બજેટ મુકવામાં આવ્યું છે તેવું વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા વિવિધ બેનરો મારફતે વિરોધ દર્શાવ્યો હતો. અને સામાન્ય સભામાંથી વોક આઉટ કર્યો હતો.
JJ/RP
Reader's Feedback: