સાઉથના સુપર સ્ટાર અને તામિળ ફિલ્મના ભગવાન ગણાતા રજની દેવા એટલે કે રજનીકાંત હવે કંઈક નવું અને અલગ કરવાની ઈચ્છા અને ખેવના રાખે છે. તાજેતરમાં સુત્રો પાસેથી મળતા સમાચાર પ્રમાણે રજનીકાંત હવે અભિનયથી કંઈક અલગ કરવા માંગે છે.
રજનીકાંત હવે અભિનેતાથી આગળ વધી તેઓ ગાયક બનવાનો વિચાર કરી રહ્યાં છે. આ કારણોસર તેઓ તેમણી ફિલ્મ 'કોચાદાઈયાં' માં એક ખાસ ગીત ગાવાની યોજની કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રજનીસરની આ ફિલ્મમાં એ.આર.રહેમાન સંગીત આપી રહ્યાં છે. રજનીકાંત અને એ.આર રહેમાને તો આ ગીત પર કામ કરવાની માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે રજનીકાંતની આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ મુખ્ય રોલમાં છે જો કે દિપીકા પહેલા કેટરિના હતી પણ તારીખોની સમસ્યા હોવાના કારણે રાતોરાત કેટરિનાની જગ્યાએ દિપીકાને રીપલેશ કરી દેવામાં આવી છે હવે, આ ફિલ્મમાં દિપીકા મુખ્ય રોલમાં કામ કરશે. આ ફિલ્મનું નિર્દેશન રજનીકાંતની પુત્રી એશ્વર્યા સંભાળી રહી છે. ઉપરાંત ફિલ્મમાં લેટેસ્ટ ટેક્નોલોજી વાપરવામાં આવી રહી છે જે આજ સુધી ભારતના ફિલ્મ ઉદ્યોગમાં ક્યારે ઉપયોગ નથી કરવામાં આવી છે. આ ફિલમ ભારતમાં બનવાવાળી સૌથી મોંધી ફિલ્મ છે.
Reader's Feedback: