Home» Sports» Tennis» Rafael nadal extends his reign to hard court with us open win

રફેલ નડાલ બીજી વખત ખિતાબ જીત્યો

એજન્સી | September 10, 2013, 12:56 PM IST

ન્યૂયોર્ક : સ્પેનના રફેલ નડાલે આ વર્ષે હાર્ડ કોર્ટ પર પોતાનું વિજય અભિયાન જારી રાખતાં દુનિયાના પ્રથમ નંબરના ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને પરાજય આપી યુએસ ઓપન મેન્સ સિંગલ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

નડાલે જોકોવિચને 6-2, 3-6, 6-4, 6-1થી પરાજય આપ્યો હતો. નડાલનું આ બીજું અમેરિકી ઓપન ખિતાબ છે. જ્યારે કુલ 13મું ગ્રાન્ડ સ્લેમ છે. તે હવે પીટ સાંપ્રાસના 14 ગ્રાન્ડ સ્લેમ રેકોર્ડથી એક કદમ જ દુર છે.

જો કે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરરના નામે છે. તેણે અત્યાર સુધીમાં 17 ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીત્યાં છે. નડાલે યુએસ ઓપનની ફાઇનલમાં પ્રથમ સેટ આસાનાથી જીતી લીધો હતો. જો કે ત્યારબાદ જોકોવિચે મેચમાં વાપસી કરતાં બીજો સેટ પોતાના નામે કરી લીધો હતો.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %