Home» Religion» Pilgrimage & Festival» Qureshi calls for facilities for char dham pilgrims

... તો ચારધામ યાત્રીઓને હજ જેવી સુવિધા મળશે

એજન્સી | February 17, 2014, 05:10 PM IST

દેહરાદૂન :
હિન્દુ શ્રદ્ધાળુની એક મનોકામના જીવન દરમિયાન ચારધામ યાત્રા કરવાની હોય છે. પરંતુ રોકડ સબસિડી જેવી ઘણી સુવિધાઓ મળતી ન હોવાથી ઘણા શ્રદ્ધાળુઓની ચારધામની મનોકામના પૂર્ણ થતી નથી. જો સરકારને કરવામાં આવેલી વિનંતી પર વિચાર કરવામાં આવે તો શ્રદ્ધાળુઓની આ મુશ્કેલી દૂર થઈ શકે છે.
 
ઉત્તરાખંડના રાજ્યપાલ ડો. અઝીઝ કુરેશીએ જણાવ્યું હતું કે, હજ યાત્રીઓ માટે જે રીતની વ્યવસ્થા કરવામાં આવે છે તેવી જ રીતે ચારધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ માટે પણ આર્થિક સહાયતા કે અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરાવવા માટે કોઈ ફોર્મ્યુલા તથા સંસદીય કાનૂન બનાવવો જોઈએ.
 
તેમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ચારધામ યાત્રયાત્રાને વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તથા તિરુપતિમાં ચાલતી વ્યવસ્થાની જેમ વિકસિત કરવી જોઈએ.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %