Home» Entertainment» Bollywood» Preitiy zinta missed mumbai flight from ahmedabad airport

અમદાવાદ એરપૉર્ટ પર પ્રિટીનો હંગામો

જીજીએન ટીમ દ્વારા | May 23, 2013, 11:14 AM IST

અમદાવાદ :

બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી  પ્રિટી ઝિંટા પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. બપોરે ફિલ્મનું પ્રમોશન કર્યા બાદ રાત્રે એરઈન્ડિયાની ૯.૪૦ કલાકની ફ્લાઈટથી તે મુંબઇ પરત જવા નીકળી હતી. પ્રિટીને એરઈન્ડિયાની ફ્લાઇટ નં-૧૯૧થી મુંબઇ જવાનું હતું. સમયસર ચેકઇન ન કરી શકતાં ફ્લાઇટનો ટાઇમ થતાં ફ્લાઈટ મુંબઇ જવા માટે રવાના થઇ ગઇ હતી, જેથી પ્રિટીએ એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો.

પ્રિટી ઝિંટા તેની ફિલ્મ 'ઇશ્ક ઇન પેરિસ’ના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. રાત્રે પરત ફરતી વખતે તે સમયસર એરપોર્ટ પર ચેકઇન ન કરી શકતાં બોર્ડિંગ પાસ અને સિક્યોરિટી ચેકિંગની પ્રક્રિયામાં સમય વધારે થઇ ગયો હતો. બીજી તરફ ફ્લાઇટનો સમય થતાં ફ્લાઈટ મુંબઇ જવા માટે રવાના થઇ ગઇ હતી. જેથી પ્રિટીએ એરપોર્ટ પર સિક્યોરિટી ક્લીયરન્સ પાસે જ હંગામો મચાવતાં મોટી સંખ્યામાં મુસાફરો ઊભા રહી ગયા હતા.

લાંબો તમાશો ચાલ્યા બાદ આખરે વહેલી સવારે ૪.૦૦ કલાકની એરઈન્ડિયાની અમદાવાદ-મુંબઈ-લંડન ફ્લાઇટ નં-૧૩૧માં તેને મુંબઇ જવાની વ્યવસ્થા કરાતાં તે એરપોર્ટથી પરત હોટેલમાં ફરી હતી.

KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %