Home» Business» Industrial» Posco to start work on steel plant in coming weeks pm

પોસ્કો પ્રોજેક્ટ પર થોડા સપ્તાહમાં કામ શરૂ થશેઃ મનમોહન સિંહ

એજન્સી | January 16, 2014, 06:03 PM IST

નવી દિલ્હી :
પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે કહ્યું હતું કે, દક્ષિણ કોરિયાની કંપની પોસ્કોની ઓડિશામાં વર્ષોથી અટવાયેલી 12 અરબ ડોલરના સ્ટીલ પ્લાન્ટ અંગે થોડા સપ્તાહમાં જ કામ શરૂ કરવામાં આવશે. સિંહે જણાવ્યું હતું ક દક્ષિણ કોરિયાની કંપનીને ખાણ ખોદકામનો અધિકાર આપવાની કાર્યવાહી તીવ્ર ગતિથી આગળ વધી રહી છે.
 
ભારતની મુલાકાતે આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હ્યે સાથે વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કર્યા પછી વડાપ્રધાને ઉપરોક્ત જાહેરાત કરી હતી.  જે દરમિયાન ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ડિફેન્સ અને સ્પેસ સહિત પાંચ મુદ્દા પર કરાર થયા હતા. 
 
જે બાદ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે, મને ખુશી થે કે પોસ્કોના ઓડિશામાં સ્થપાનારા સ્ટીલ પ્લાન્ટ અંગે આગામી થોડા સપ્તાહમાં જ કામ શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટને પર્યાવરણ વિભાગની પણ મંજૂરી મળી ગઈ છે. 
 
પોસ્કોનું આ સાહસ ભારતમાં સોથી વધુ સીધું વિદેશી રોકાણ(એફડીઆઈ) છે. આની જાહેરાત 2005માં કરવામાં આવી હતી. શરૂઆતથી જ આ પ્લાન્ટ વિવાદમાં ઘેરાયેલો રહ્યો છે અને તેના કારણે જ જમીન સંપાદન તથા  વિવિધ મંજૂરીઓમાં વિલંબ થઈ રહ્યો છે.
 
ગત સપ્તાહે સરકારે આ પ્લાન્ટને કેટલીક શરતોનો આધીન પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી. આની સ્વીકૃતિની સાથે જ પોસ્કોનો આઠ વર્ષનો ઈંતજાર સમાપ્ત થઈ ગયો હતો. શરતો પ્રમાણે પોસ્કોએ પોતાના કુલ રોકાણના પાંચ ટકા એટલેકે 60 કરોડ ડોલર સામાજિક કાર્યો માટે ખર્ચ કરવા પડશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %