પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની આજે હત્યા કરવાની કોશિષ કરવામાં આવી. મળતી માહિતી મુજબ, પરવેઝ મુશર્રફનો કાફલો આજે જે ઠેકાણેથી પસાર થયો હતો ત્યાં એક કલાક બાદ બોમ વિસ્ફોટ થવા પામ્યો હતો.
આજે પરવેઝ મુશર્રફને આર્મી હોસ્પિટલથી તેમના ફાર્મ હાઉસમાં ખેસડવામાં આવી રહ્યાં હતા. જે રસ્તેથી પરવેઝ મુશર્રફનો કાફલો પસાર થયો હતો તે રસ્તે એક કલાક બાદ બોમ વિસ્ફોટ થયો. આ બોમ વિસ્ફોટ ઈસ્લામાબાદ ખાતે ફેજાબાદ અને રાવલ દમ ચોકની વચ્ચે વીવીઆઈપી રોડ ખાતે થયો.
જોકે આ બોમ ધડાકામાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી. મળતી માહિતી મુજબ, ફૂટપાથ પાસેથી એક પાઈપ લાઈનમાં છ કિલોગ્રામ જેટલો વિસ્ફોટક લગાવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે જે જગ્યાએ ધડાકો થયો છે ત્યાં બે ફૂટનો ઉંડો ખાડો પડી જવા પામ્યો છે. જે જગ્યાએ બોમ બ્લાસ્ટ થયો છે તે જગ્યાએ મુશર્રફના ઘરની માત્ર 3 કિલોમીટર દૂર છે.
નોંધનીય છેકે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સ્પેશ્યલ કોર્ટ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે.
મુશર્રફને 2 જાન્યુઆરીએ આર્મ્ડ ફોર્સેસ ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી ( એએઆઈસી)માં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ પોતાના ઘરે પરત જઈ રહ્યાં હતાં.
RP
Reader's Feedback: