Home» Sports» Tennis» Peace bopanna crashes out of shanghai masters

શાંઘાઇ માસ્ટર્સમાંથી પેસ-બોપન્ના બહાર

એજન્સી | October 11, 2013, 04:21 PM IST

શાંઘાઈ : શાંઘાઈ રોલેકસ માસ્ટર્સ ટેનીસ ટુર્નામેન્ટમાં બાઇ દ્વારા સીધા બીજા રાઉન્ડમાં પહોંચેલા લીએન્ડર પેસ અને ડેનિયલ નેસ્ટરની જોડી સ્વીડીશ - કેનેડાની જોડી લીંડસ્ટેટ અને વાસેક પોસ્પીસીલ સામે હારી ગઈ છે.

સ્વીડીશ કેનેડાની જોડીએ પેસ – નેસ્ટરની જોડી સામે ૧ કલાક અને ૩૩ મિનીટ સુધી ચાલેલી ખુબ જ સંઘર્ષ પૂર્ણ મેચમાં 7-5, 3-6, 11-13 થી હાર આપી હતી.

આ જ ટુર્નામેન્ટમાં ભારતીય ટેનીસ ખેલાડી રોહન બોપન્ના અને ફ્રાંસનો જોડીદાર ખેલાડી એડુઆર્ડ રોજરે પણ બાઇ દ્વારા બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બોપન્ના-રોજરની જોડી ફિલિપાઈન્સના ટ્રીટ હ્યું અને ઇંગ્લેન્ડના ડોમિનિક ઇંગલાટ સામે 7-6, 5-7, 10-6 થી હારી ગઈ હતી. આ મેચ ૧ કલાક અને ૧૮ મિનીટ સુધી ચાલી હતી. ભારત તરફ થી રમી રહેલ આ બંને જોડીઓ શાંઘાઈ ટુર્નામેન્ટ માંથી બહાર થઇ ગઈ છે.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %