Home» Entertainment» TV» Paridhi sharma to quit jodha akbar

જોધા અકબરની જોધા સિરિયલને ગુડબાય કરશે?

એજન્સી | March 29, 2014, 05:51 PM IST

મુંબઈ :
સીરિયલોમાં ઘણીવાર મુખ્ય પાત્રો બદલાતાં હોય છે. જે પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. હાલમાં ખબર આવી રહી છે કે ઝી ટીવી પરથી પ્રસારિત થતો ઐતિહાસિક શો જોધા અકબરની જોધા એટલે કે પરિધિ શર્મા શો છોડવા જઈ રહી છે. કેટલાંક લોકોનું માનવું છે કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સેટ પર તેનું થઈ રહેલું સેક્સુઅલ હેરેસમેન્ટ મહત્ત્વનું કારણ ગણવામાં આવી રહ્યું છે.
 
સૂત્રોની ખબર પ્રમાણે તેની સાથે આવું વર્તન અન્ય કોઈએ નહીં પણ શોના ડાયરેક્ટર જ કર્યું હતું. સેટ પર હાજર રહલા સૂત્રોએ જણાવ્યું હતું કે, શોના ડાયરેકટરના કારણે પરિધિને શુટિમગમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એવી પણ માહિતી મળી રહી છે કે પરિધિને આ શો છોડવો નહોતો પરંતુ ડાયરેક્ટરે અભિનેત્રી સાથે જે ધૃણાસ્પદ કાર્ય કર્યું છે તેના કારણે તેણી શો છોડવા મજબૂર છે.
 
સૂત્રોએ દાવો કર્યો હતો કે શોના ડાયરેક્ટરે પરિધિનું યોન શૌષણ કર્યું હતું. આ કારણે કોઈએ તેની મદદ કરી નહોતી. બીજીબાજુ પરિધિ શર્મા સેક્સુઅલ હેરેસમેન્ટની વાતને સતત નકારી રહી છે. તેણીએ કહ્યું હતું કે, આવી કોઈ વાત નથી અને તે શો છોડીને જઈ રહી નથી.
 
સીરિયલમાં જોધાન પાત્ર દ્વારા પરિધિના પ્રશંસકોની સંખ્યા વધવાની સાથે ટીઆરપી પણ વધી રહી છે તો તેણી એકતા કપૂરનો શો છોડીને કેવી રીતે જઈ શકે. પરિધિએ આ તમામ વાતોને નકારી કાઢી હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %