ભાજપ તરફથી વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યાં છે તે વાત આતંકવાદીઓ માટે અસહ્ય બની ગઈ છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન અને થાઈલેન્ડ સ્થિત ઈસ્લામિક આંતકવાદીઓના નિશાન પર ગુજરાતના મુખ્યમંત્રી છે.
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું મુખપત્ર અલ કલામ વીક્લીમાં આંતકી લીડર મૌલાના મસૂદ અજહરે દાવો કર્યો છે કે જો મોદી વડાપ્રધાન બનશે તો મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.આંતકવાદી સંગઠન જમાત ઉદ દાવાના ચીફ હફીઝ મોહમ્મદ સઇદે તેમના ભાષણમાં કહ્યું હતુ કે, તે ક્યારેય પણ નથી ઇચ્છતા કે અમદાવાદ રમખાણોના મુખ્ય આરોપીને પીએમ બનાવવામાં આવે. જો કે આ નિવેદન બાદ 20મી નવેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્રારા આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં મોદીની સુરક્ષામાં વધારો થયો હતો. અને મોદીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
નોંધનીય છેકે વીસમી ડિસેમ્બરે વારાણસીમાં મોદી રેલી સંબોધવાના છે. ઉપરાંત જાન્યુઆરી મહિનામાં અગાઉ નક્કી થયેલ કાર્યક્રમ મુજબ, બરેલી,મેરઠ અને ગોરખપુર અને લખનૌમાં રાજ્યકક્ષાની રેલીઓનું થનારી છે. તેવી પરિસ્થિતિમાં મોદીની સુરક્ષા ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. એક તરફ આંતકવાદીઓ સંગઠન વડાપ્રધાન પદે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બિરાજમાન થાય તેમ ઈચ્છી રહ્યાં નથી અને તેમના નાપાક ઈરાદાઓને અંજામ આપવા માટે કોઈપણ હદ વટાવી શકે છે તેના પુરાવા તેમના નિવેદનો આપી રહ્યાં છે.
RP
Reader's Feedback: