Home» India» Law Justice» Ornaments being stolen from indias reachest temple

દેશના સૌથી સમૃદ્ધ મંદિરમાંથી ચોરાઈ રહ્યા છે લાખોના ઝવેરાત !

Agencies | April 19, 2014, 12:55 PM IST

નવી દિલ્હી :

કેરળનું એક મંદિર, જ્યાંથી અદાલતના આદેશ પછી હજારો વર્ષોથી બંધ પડી રહેલા ખજાનાને ખોલવામાં આવ્યું જ્યાંથી લાખો કરોડો રૂપિયા કરતા પણ વધારે હીરા – ઝવેરાત અને ઘરેણાં મળ્યા હવે આ જ મંદિર ખોટા કારણોને કારણે ફરી ચર્ચામાં છે.

આ વખતે મામલો એવો છે કે અહીંયાથી કિંમતી ઝવેરાત ઘરેણાં ચોરી કરીને નકલી ઝવેરાત – ઘરેણાં મૂકવામાં આવી રહ્યા છે. એવી ખબર એક અંગ્રેજી સમાચાર પત્રએ આપી છે. સમાચાર પત્ર મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિક્સ ગોપાલ સુબ્રમ્ણિયમે ખુલાસો કર્યો છે કે તેમણે મંદિરના પરિસરમાં ગોલ્ડ પ્લેટિંગ કરનારું એક મશીન મળ્યું છે, જેના કારણે લાગી રહ્યું છે કે અહીં મોટા પાયામાં આયોજન કરીને ઝવેરાત અને ઘરેણાં ચોરી કરીને નકલી ઝવેરાત – ઘરેણાં મૂકવામાં આવી રહ્યું છે. તેમણે આ કામમાં ઉચ્ચ સ્તરના લોકોનો હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધા મામલા પર પ્રશાસન તથા પોલીસ પણ ચૂપ છે. તેમણે એવું પણ કહ્યું છે કે આ મામલાની વ્યવસ્થિત તપાસ પણ નથી થઈ રહી. તેમણે કહ્યું કે હજી પણ રાજાશાહીનો ભારે પ્રભાવ છે. સુબ્રહ્ણણ્યમે શાહી પરિવારની પણ ભારે ટીકા કરી અને કહ્યું કે તેઓ મંદિરનું પ્રશાસન સાચી રીતે નથી કામ કરી રહ્યું. શાહી પરિવાર ત્યાંનું ટ્રસ્ટી છે. તેમણે કહ્યું કે તે લોકો કોઈ પણ સમયે મંદિરની સંપતિના અસલ પુરાવા નથી આપતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદિરથી શાહી પરિવારને પૂરી રીતે અલગ કરી દેવામાં આવ્યા અને એક નવી કમિટી બનાવી. તેમણે કહ્યું કે કેગના પૂર્વ પ્રમુખ વિનોદ રાય દ્વારા આની ઓડિટ કરવામાં આવે. હવે આ રિપોર્ટ પર અદાલત પર 23મી એપ્રિલે સુનાવણી કરશે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.41 %
નાં. હારી જશે. 20.96 %
કહીં ન શકાય. 0.63 %