આરટીઆઈ ( સૂચનાનો અધિકાર ) કાયદો ભારતની સાથે અમેરિકાના પણ પોલ ખોલી રહ્યો છે. અમેરિકામાં પણ ભારતની જેમ આરટીઆઈ કાયદો છે. જેના અંતર્ગત ખુલાસો થવા પામ્યો છે.
જે મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પાંચ વર્ષમાં શાહીભોજનમાં સાડા પંદર લાખ ડોલરનો ખર્ચ કર્યો છે. પાંચ વર્ષમાં બરાક ઓબામાએ પાંચ શાહીભોજન આપ્યાં છે.
આ ખુલાસામાં એક રસપ્રદ વાત પણ જાણવા મળી છે. પાચ વર્ષમાં બરાક ઓબામાએ આપેલા પાંચ શાહી ભોજનમાં સૌથી વધુ ખર્ચો વર્ષ 24મી નવેમ્બર 2009ના રોજ કરવામાં આવ્યો હતો. જ્યારે ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ અમેકિરાની મુલાકાતે ગયા હતા. તે દરમ્યાન મનમોહન સિંહના સમ્માનમાં વ્હાઈટ હાઉસ ખાતે આપવામાં આવેલ ડિનરમાં પોણા છ લાખ ડોલર ( સાડા તીન કરોડ રૂપિયા) નો ખર્ચો થયો હતો. જે પાંચ વર્ષમાં આપવામાં આવેલા શાહી ભોજનમાં સૌથી વધુ ખર્ચો થયો હતો.
દુનિયામાં કોઈ પણ રાજનેતાના સમ્માનમાં અમેરિકી પ્રશાસને આટલો મોટો ખર્ચો કર્યો નથી. ઓબામાએ બીજુ સૌથી ખર્ચાળ ડિનર મેક્સિકોના રાષ્ટ્રપતિ ફેલિપ કૉલ્ડેરૉન અને ત્રીજુ સૌથી ખર્ચાળ ડિનર ચીનના રાષ્ટ્રપતિ હૂં જિંતાઓને આપ્યું હતું. જેથી કહી શકાય ડિનર બાબતે ભારતના વડાપ્રધાન મનમોહન સૌથી ભાગ્યશાળી રહ્યાં છે.
જોકે ખર્ચાએ ઓબામા માટે સમસ્યા પણ સર્જી છે. રિપબ્લિકન પાર્ટીના નેતા ડેરેલ ઇસ્સાએ આ સંદર્ભે નારાજગી વ્યક્ત કરી છે. અને કહ્યું હતું કે ખર્ચાળ શાહી ભોજનનો ખર્ચાનો બોજ તો અંતે ટેક્સ દેનારા વર્ગને જ પડે છે.
RP
Reader's Feedback: