Home» Youth» Talent» Nri teen invents 20 second phone charger

હવે 20 સેકન્ડમાં ચાર્જ થશે મોબાઈલ

Agencies | May 21, 2013, 02:27 PM IST

કેલિફોર્નિયા :

મોબાઈલની બેટરી ચાર્જ કરવા માટે હવે તમારે કલાકો સુધી રાહ જોવી નહીં પડે. કેલિફોર્નિયામાં ભારતીય મૂળની એક વિદ્યાર્થિનીએ તેનો શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢ્યો છે. અને આ ક્રાંતિકારી શોધથી ગૂગલ પણ પ્રભાવિત છે.

ભારતીય મૂળની વિદ્યાર્થિની એશા ખરેએ એવું મોબાઇલ ચાર્જર બનાવ્યું છે, કે જેનાથી માત્ર 20 સેકન્ડમાં મોબાઇલ ફોનની બેટરી ચાર્જ થઇ જશે. આ શોધથી 18 વર્ષીય એશાને ઇન્ટેલ ઇન્ટરનેશનલ સાઇન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેર તરફથી 50 હજાર ડૉલરનું ઇનામ પણ આપવામાં આવ્યું છે.

આ ઉપકરણને સુપરકેપેસિટરનું નામ આપવામાં આવ્યું છે. એશાએ બેટરી ચાર્જ કરવામાં આવતી મુશ્કેલીઓ સામે એક શ્રેષ્ઠ ઉપકરણ બનાવવાનું નક્કી કર્યું હતું. જે ઓછામાં ઓછા સમયમાં બેટરી ચાર્જ કરે. આ પહેલા તે સુપરકેપેસિટરનો ઉપયોગ એલઇડી ચાર્જ કરવા માટે કરતી હતી.

સુપરકેપેસિટરથી ચાર્જ થયેલા મોબાઇલની બેટરી લાંબા સમય સુધી ચાલે છે. અને આ ઉપકરણ 10 હજાર વખત મોબાઇલ ચાર્જ કરી શકે છે. જ્યારે એક સામાન્ય ચાર્જર 1000 વખત જ બેટરી ચાર્જ કરી શકે છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %