Home» Youth» Hot Wheels» Now mobile can charge through bike

બાઈકથી મોબાઈલ ચાર્જ થવાના દિવસો દૂર નથી

એજન્સી | April 24, 2014, 05:48 PM IST
now mobile can charge through bike

નવી દિલ્હી :
અત્યાર સુધી આપણે ચાલતા કે સૌરઉર્જાથી મોબાઈલ ચાર્જ થતું હોવા અંગે ઘણું બધુ વાંચી ગયા છીએ. પરંતુ શું આપણે ક્યારેય બાઈક ચલાવતી વખતે મોબાઈલ ચાર્જ વિશે સાંભળ્યું કે વાંચ્યું છે ખરૂ. થોડાં દિવસો પહેલાં હીરો મોટોકોર્પે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે, કંપની હીરો એક્સટ્રીમ 2014 મોડલ ટૂંક સમયમાં જ લોન્ચ કરનારી છે. હીરો મોટોકોર્પે ઓક્ટોબરમાં પોતાના 15 મોડલ્સને નવા રંગરૂપમાં રજૂ કર્યા હતા. નવી હીરો એક્સટ્રીમ પણ તે પૈકીની એક છે.
 
દિલ્હી એક્સ શોરૂમમાં હીરો એક્સટ્રીમની કિંમત રૂ. 78,800થી શરૂ થાય છે. જ્યારે ફ્રન્ટ તથા રિયર ડિસ્ક બ્રેક વેરિયન્ટની કિંમત 82,000 છે. 2-3 દિવસમાં જ એક્સટ્રીમનું બુકિંગ શરૂ થઈ જશે, જ્યારે કેટલાંક ડીલરોનું કહેવું છે કે બાઈક ડિલીવરી માટે પણ તૈયાર છે.
 
આ બાઈક પોતાના જૂના વર્ઝન કરતાં ઘણું અલગ છે. તેમાં ડ્યુઅલ ફિનિશ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઈક ચાર કલરમાં ઉપલબ્ધ છે. કંપની દ્વારા આ મોડલમાં એડવાન્સ ફીચર્સ જેવાકે અંડરસીટ મોબાઈલ ચાર્જર તથા એન્જિન એમ્બોબલાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાવરની વાત કરીએ તો 149.2 સીસી એન્જિન, 4 સ્ટ્રોક, સિંગલ સ્ટ્રોક એન્જિન, 5 સ્પીડ ગિયર બોક્સનો સમાવેશ થાય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %