Home» Youth» Hot Wheels» Hero motocorp sold 62 5 lakh units in fiscal year

બાપ રે! હીરોએ એક વર્ષમાં આટલી બધી ટુ વ્હીલર વેચી

એજન્સી | April 03, 2014, 04:51 PM IST

મુંબઈ :
હીરો મોટોકોર્પ લિમિટેડ ટૂ વ્હીલર કંપનીએ ચાલુ નાણાંકીય વર્ષમાં સૌથી વધુ મોટરસાયકલનું વેચાણ કર્યું છે. કંપનીએ નાણાકીય વર્ષ દરમિયાન 62.50 લાખ બાઈક્સ વેચી હતી. 1 એપ્રિલ, 2013થી લઈને 31 માર્ચ, 2014 સુધીના સમયગાળા દરમિયાન હીરો મોટોકોર્પે 62,45,895 ટૂ વ્હીલર્સ વેચી હતી. ગત વર્ષની તુલનાએ કંપનીના વેચાણમાં 3 ટકાનો વધારો થયો હતો.
 
2012-13ના નાણાકીય વર્ષમાં કંપનીએ 60,75,583 ટૂ વ્હીલર્સનું વેચાણ કર્યું હતું. માર્ચ મહિનામાં જ હીરોએ આઈ3એસ (આઈડલ સ્ટોર એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ) ટેક્નોલોજી હેઠળ પોતાની નવી બઈક સ્પલેંડર આઈસ્માર્ટ ભારતીય બજારમાં રજૂ કરી છે.
 
સ્પલેંડર આઈસ્માર્ટની વિશેષતા એ છે કે આઈ3એસ ટેક્નોલોજીમાં જ્યારે બાઈક ઉભી રહે છે ત્યારે એન્જિન ઓટોમેટિક બંધ થઈ જાય છે. જે બાદ તેને માત્ર ક્લચ દબાવીને પુનઃ શરૂ કરી શકાય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %