Home» Sports» Tennis» Novak djokovic beats fafael nadal to win world tour finals

નાદાલને હરાવી જોકોવિચ બન્યો ચેમ્પિયન

એજન્સી | November 12, 2013, 04:05 PM IST

લંડન : યુએસ ઓપનની પોતાની હારનો બદલો તેમજ નંબર વનનું સ્થાન લઇ લેનાર સ્પેનના રાફેલ નાદાલને વિશ્વના બીજા નંબરના સર્બિયાના નોવાક જોકોવિચે ત્રીજીવાર વર્ષનું અંતિમ એટીપી વર્લ્ડ ટુર ફાઇનલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે.

લંડન ખાતે રમાયેલ એરિનામાં બીજા નંબરના જોકોવિચે વિશ્વના નંબર એક ખેલાડી નાદાલને એક કલાક 36 મીનીટ ચાલેલી હાઇ વોલ્ટેજ મેચમાં સીધા સેટો 6-3, 6-4માં પરાજય આપ્યો હતો. આ સાથે જ જોકોવિચે પોતાનું ટાઇટલ જાળવી રાખ્યુ અને વર્ષના અંતિમ એટીપી ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત ચેમ્પિયન બની એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે નડાલે હજી સુધી આ ટૂર્નામેન્ટ એક જ વખત જીતી છે. જાકોવિચની આ સતત 22મી જીત હતી. યુએસ ઓપનમાં નાદાલ સામે પરાજયનો સ્વાદ ચાખ્યા બાદ હજી સુધી કોઇ મેચમાં હારી નથી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %