Home» Youth» Gadgets» Nokia normandy leaks again this time shows off nokias android

નોકિયાના ફોનમાં એન્ડ્રોઈડ!

એજન્સી | January 09, 2014, 05:35 PM IST

નવી દિલ્હી :
નોકિયાના ચાહકો માટે સારા સમાચાર છે. નોકિયાએ મોડે મોડે પણ એન્ડ્રોઈડના દુનિયામાં પગ પેસારો કરવાની તૈયારી કરી છે.  જોકે, અગાઉ પણ એવા સમાચાર આવ્યા હતા કે નોકિયા એન્ડ્રોઈટ ફોન બનાવી રહી છે, પરંતુ તે સમયે માત્ર બ્લેક ડિસ્પ્લે સાથેની ફોનની તસવીર જ સામે આવી હતી.
 
આ વખતે નોકિયાના એન્ડ્રોઈડ ફોનની યુઆઈ (યૂઝર ઇંટરેસ)ની તસવીરો લીક થઈ છે. અર્થાત નોકિયામાં એન્ડ્રોઈડ કેવું દેખાય છે તેનો ખ્યાલ આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં કેવા પ્રકારનું સ્પેસિફિકેશન રાખવામાં આવ્યું છે તે અંગેની માહિતી પણ લીક થઈ છે.
 
ટ્વિટર પર લીક થયેલી માહિતી અનુસાર નોકિયાના એન્ડ્રોઈટનું કોડનેમ નાર્મેન્ડી છે. પરંતુ નોકિયાની અંદર આને ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે. નોકિયા આને ઓછી કિંમતવાળા હેન્ડસેડ તરીકે વિકસાવી રહી છે. અહેવાલ પ્રમાણે નોતા નાર્મેન્ડીમાં એન્ડ્રોઈડના ઘણા બદલેલા વર્ઝન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જે ગૂગલના વર્ઝનથી ઘણા અલગ છે. આ પ્રકારનું કામ અમેજન કિંડલ ફાયર ટેબલેટ સાથે કરી ચૂકી છે.
 
લીક થયેલી તસવીર મુજબ ફોન ડ્યૂલ સિમ હશે. ઓ મોડલનું નામ નોકિયા A110 છે અને તેમાં એન્ડ્રોઈડ 4.4.1 ચાલી રહ્યું છે. જેમાં ક્કોલકોમ સ્પ્રેડડ્રેગન પ્રોસેસર લાગેલું છે અને પાછળની તરફ 5 મેગા પિક્સલનો કેમેરો પણ છે. 
 
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %