વેલેન્ટાઈન ડેના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાને મોટી રાહત આપવા જઈ રહ્યાં છે. 14મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય કક્ષાના નવા બસ ટર્મિનલનું ઉદ્ધાટન થશે. ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી જ સુવિધા ધરાવતું આ આધુનિક બસ ટર્મિનલ વડોદરા શહેર માટે આગવું નજરાણું બની રહેશે તેમ શહેરીજનો માની રહ્યાં છે.
આ દેશનું પહેલું આધુનિક બસ ટર્મિનલ છે જેમાં લગેજ માટે ટ્રોલી બેગ, ટુરીસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર, ફિજિકલ ચેલેન્જડ પેસેન્જર માટે વ્હીલચેર તેમજ મેડિકલ અને ઈમરજન્સી સુવિધા ઉપલબ્ધ રહેશે.
જોકે આ આધુનિક બસ ટર્મિનલમાં વ્યક્તિને બસ સ્ટેન્ડમાં છોડવા આવનારા વ્યક્તિ માટે પ્રવેશ મફ્ત રહ્યો નથી. તે માટે રેલ્વે સ્ટેશન અને એરપોર્ટની જેમ ટિકીટ લઈને પ્રવેશ કરવાની ફરજ પડશે.
આ ઉપરાંત આ બસ ટર્મિનલમાં લગાવેલા ફુવારા આકર્ષણ જમાવાની સાથે આરામદાયક વેઈટીંગ પેસેજ તેમજ કોમન વેઈટીંગ પેસેજ જેવી સુવિધાઓ મુસાફરોને મદદરૂપ થશે.
MP/RP
Reader's Feedback: