નરસિંહ યાદવ આજે 74 કિલો વર્ગના મુકાબલમાં રમશે. ભારતીય કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતેલાં સુશીલકુમાર ઉપરાંત નરસિંહે પણ છેલ્લાં બે વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં જન્મેલો નરસિંહ કુસ્તીમાં પોતાનું કૌવત બતાવીને મેડલ જીતી શકે છે. 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં નરસિંહને બે મહિના પહેલાં જ ઘૂંટણમાં ઇજા થઈ હતી અને ઓપરેશન કરાવવું પડ્યું હતું.
ઘણા લોકોનું એવું માનવું હતું કે, તે રમતમાં ભાગ નહીં લઈ શકે. જોકે યાદવે પોતાની હિંમત અને લગનથી રમતમાં ભાગ પણ લીધો અને ભારત માટે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
MP / KP
Reader's Feedback: