ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ક્યાંથી લોકસભાની ચૂંટણી લડશે તે બાબત હાલ ચર્ચાનો મુખ્ય મુદ્દો બનવા પામી છે. મોટાભાગના તેમના સમર્થકો માને છે કે નરેન્દ્રભાઈએ ગુજરાતમાંથી જ ચૂંટણી લડવી જોઈએ. જ્યોતિષની દ્રષ્ટીએ વૃષભ રાશી સાથે નરેન્દ્ર મોદીને વિશેષ લહેણું હોવાથી તેમને તેવા સ્થળેથી જ ચૂંટણી લડવી જોઈએ તેમ ભાજપના તેમના કેટલાક સમર્થકો સ્પષ્ટ રીતે માની રહ્યા છે.
જો કે હાલની દ્રષ્ટીએ તેમના માટે જે શહેરો ચર્ચામાં છે તેમાં તેમનું પોતાનું માદરે વતન એવું વડનગર, બીજું હાલના ઉર્જા મંત્રી સૌરભ પટેલનો મત વિસ્તાર એટલે કે વડોદરાનો સમાવેશ થાય છે. જયારે ગુજરાત બહાર નરેન્દ્ર મોદી માટે વારાણસીની પસંદગી થઇ રહી છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદી ખુદ પણ ધાર્મિક તેમજ જ્યોતિષની દ્રષ્ટીને જ નજર સમક્ષ રાખીને જ આગળ વધતા જોવા મળ્યા છે.
તેના કારણે સ્વાભાવિક રીતે જ તેઓ કોઈ જોખમ ઉઠાવ્યા વગર ઉપરોક્ત ત્રણ શહેરો પૈકી પોતાની પસંદગીના કોઈ એક શહેર ઉપર પસંદગીનો કળશ ઢોળે તો નવી પામવા જેવું નહિ રહે. તેમાં વડનગર તેમનું પોતાનું હોમ ટાઉન છે અને તેથી ત્યાંથી તેમની સામે આપનો કે કોંગ્રેસનો ગમે તેવો મજબૂત ઉમેદવાર ઉભો રહે તો પણ કોઈ જ વાંધો ના આવે તે હકીકત છે.
વડનગરની પસંદગીમાં જ્યોતિષનો તર્ક પણ સમાવિષ્ટ થઇ જાય છે તેની સાથે સાથે બેઠક પણ મજબૂત હોવાથી વધુ કઈ વિચારવાનું રહેતું નથી, પરંતુ નરેન્દ્ર મોદી કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે હોમ ટાઉનથી ચુંટણી લડવાનું પસંદ નહિ કરે. પરંતુ તેમની નજીકના ટેકેદારો સ્પષ્ટ રીતે માને છે કે મોદીએ પોતાની પસંદગી વારાણસી કે વડનગરના બદલે માત્ર વડોદરા ઉપર જ ઉતારવી જોઈએ.
PR/RP
Reader's Feedback: