Home» » » Narendra modi visit ahmedabad humorous article by prakesh raval

આપણા નરેન્દ્રભાઈ અમદાવાદમાં ઢળતી સાંજે નગરચર્યાએ નીકળ્યા

Prakash Raval | February 18, 2014, 02:31 PM IST

કાર્ટૂન - અશોક અદેપાલ

અમદાવાદ :

સામાન્ય જનતાની એ.સી. બસ જેટની સ્પીડથી જનમાર્ગ ઉપર દોડતી હતી ને મર્સીડીસ ને વોલ્વો સહિતની મોઘી કારો લાંબી કતારોમાં ફસાયેલી હતી...તેઓ ખુશ હતા કારણ કે હિટ એન્ડ રન ઉપર જનમાર્ગથી કાબુ મેળવી શકાયો હોવાનું નવું સંશોધન બહાર આવ્યું હતું ..

આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પોતાના વસ્ત્ર પરિધાન માટે વિશેષ જાણીતા છે. એક વાર સાંજના સમયે ટીશર્ટ અને માથા ઉપર કેપ પહેરીને તેઓ સાબરમતી રિવર ફ્રન્ટની મુલાકાતે જઇ ચડતા અમ્યુકોના સત્તાવાળાઓ પણ દોડતા થઇ ગયા હતા. આવા આપણા નરેન્દ્રભાઈ ગમે તે ઘડીએ ગમે ત્યાં પહોચી જાય છે.. હમણાં તેમની સલામતી વધારવામાં આવી છે જેથી તેઓ ક્યાય આડાઅવળા ના જતા રહે પરંતુ નરેન્દ્રભાઈ કોનું નામ?

નરેન્દ્રભાઈને એક દિવસ વિચાર આવ્યો કે ચાણક્યે કહ્યું છે તે પ્રમાણે મારે પણ મારી પ્રજાની વચ્ચે નગરચર્યાએ એક વાર જરૂર જવું  જોઈએ. વિકાસકાર્યો જે પ્રકારે તેઓ ઝડપથી હાથ ધરે છે તેમ વિચારને પણ ઝડપથી અમલમાં મુકનારા છે તે બાબત પણ તેમની નજીકના લોકો સારી રીતે જાણે છે. અમદાવાદ સર્કીટ હાઉસ ખાતેની સાંજની એક મીટીંગ પતાવીને અગાઉથી કિચન પાસે મંગાવેલી રિક્ષામાં તેઓ પોતાના બે કેબીનેટ મીનીસ્ટરની સાથે બેસી ગયા. લોકો ઓળખી ના કાઢે માટે તેમને પોતાની પ્રિય દાઢી અને મૂંછ પણ કઢાવી નાખ્યા હતા. બંને કેબીનેટ મીનીસ્ટર મૂંછમાં મલકાતા હતા કારણ કે વર્ષો બાદ તેમને જ પહેલીવાર મોદી સાહેબને દાઢી મૂંછ વગર નિહાળ્યા હતા.

સર્કીટ હાઉસથી બહાર નીકળતા જ સરદાર પટેલ સ્મારક ભવન જોઇને તેઓ ચોક્યા ગુજરાત સરકારની મદદ વિના દિનશા પટેલે આ સ્મારકને આટલું ભવ્ય બનાવ્યું કેવી રીતે? પણ પછી ખ્યાલ આવ્યો કે તેમને જ વડાપ્રધાન સાથે તેને દિવાળી પહેલા જ ખુલ્લું મુક્યું હતું.  ને દિનશા એ તેમના પ્રવચનની ભૂલ સુધારી હતી.

રિક્ષા આગળ ચાલી શાહીબાગ અન્ડરબ્રીજમાંથી આંચકા સાથે રિક્ષા બહાર નીકળી ત્યાં તેમની નજર એક ઘોડાવાળા સ્ટેચ્યુ ઉપર પડી તેમને રિક્ષા ઉભી રખાવી બંને મીનીસ્ટરને ખખડાવ્યા અહિયાં મારી પ્રતિમા ક્યારે મુકાવી? ક્યાં શું કરવું તે મને પૂછવાનું પણ તમે બંધ કરી દીધું? બંને મીનીસ્ટરો એકબીજાની સામે જોવા લાગ્યા. પ્રતિમાની નીચે મોટા અક્ષરે નરેન્દ્ર મોદી લખેલું હતું બંને ચમક્યા સવારે તો અહી રાણા પ્રતાપની પ્રતિમા હતી ને આ શું થઇ ગયું? ત્યાં રિક્ષાવાળો મદદે આવ્યો સાહેબ પ્રતિમા રાણા પ્રતાપની જ છે પણ ઉદ્ઘાટન કરનારા નરેન્દ્રભૈનું નામ એટલા મોટા અક્ષરે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ લખ્યું છે કે લોકો તેમની જ પ્રતિમા હોય તેમ સમજે છે. રાત્રે રાણા પ્રતાપ પણ ઘણીવાર ઘોડા ઉપરથી ઉતરીને જોઈ લે છે કે બધું બરાબર છે ને?

નરેન્દ્રભાઈએ ચશ્માંમાંથી સહેજ આંખો કાઢી પરંતુ બંને મીનીસ્ટરોએ કહ્યું સાહેબ જોવડાવી લેશું હજુ આપણે બહુ આગળ જવાનું છે. સાહેબનો મૂડ સમજીને રિક્ષા ગાંધી આશ્રમના બદલે દૂધેશ્વરના નવા બ્રીજ ઉપરથી ઉસ્માનપુરા તરફ દોડાવી  મોદી સાહેબે પૂછ્યું અહી આ સર્કલ ઉપર એક ઘોડો હતો ને? વળી પછી ઘોડાની વાત સાંભળીને મીનીસ્ટરો ચમક્યા ત્યાં રિક્ષાવાલો ફરી મદદે આવ્યો કાકા બહુ વરસો પછી અમદાવાદમાં બધું ધારી ધારીને જોવા નીકળ્યા લાગો છો.. ઘોડો એકલો એકલો કંટાળ્યો હતો એટલે એક રાત્રે દિલ્હી બાજુ અસવાર શોધવા નીકળી ગયો પણ હજુ  દિલ્હી પહોચ્યો નથી.. મોદી સાહેબે હવે ચશ્માંમાંથી રિક્ષાવાલા સામે જોયું મીનીસ્ટરોએ તેને ટપાર્યો ભાઈ તું ચુપચાપ રિક્ષા ચલાવને...!!

રિક્ષા વિજય ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલે પહોચી સિગ્નલ બંધ હતું રિક્ષાવાલાએ પૂછ્યું હવે કઈ બાજુ જવું છે? ,., રિક્ષાવાલો ગ્રેજ્યુએટ હતો પરંતુ,  બેકાર હતો એટલે રિક્ષા ચલાવતો હતો. સામે જ યુનીવર્સીટી કન્વેન્શન સેન્ટર જોઇને બંને મીનીસ્ટરોને સદભાવનાના ઉપવાસ ને હેલ્મેટનો ટોપો જોઇને ટોપીવાળી ઘટના યાદ આવી તેથી બંને આડુંઅવળું જોવા લાગ્યા મોદીસાહેબ પણ વ્યથિત હતા. ત્યાં રિક્ષાવાલો ફરીથી બોલ્યો સાહેબ સિગ્નલ ખુલશે જલ્દી બોલો કઈ બાજુ લઉં. તમારે તો અહિયાં ઉપવાસ ઉપર નહિ બેસવું ને.. એક વાર આપણા મોદી સાહેબ બેઠા હતા ને કરોડોના વચનની લહાણી કરી હતી.

મોદી સાહેબની જમણી બાજુ બેઠેલા બટકા સરખા વાહનવ્યવહાર મંત્રીથી રિક્ષાવાલાનો બકવાસ સહન થતો નહોતો તેઓ બબડયા આનું સાલાનું લાયસન્સ જ કેન્સલ કરી દેવું પડશે. કોઈ જવાબ નહિ મળતા રિક્ષાવાલાએ જાતે જ રિક્ષા ૧૩૨ ફૂટના રોડ ઉપર લઇ લીધી સડસડાટ રિક્ષા દોડવા લાગી પરંતુ થોડેક આગળ જઈને ટ્રાફિકમાં ફસાઈ બાજુમાંથી સડસડાટ બે ત્રણ એ.સી. બસો દોડતી પસાર થઇ ગઈ.. હવે આજુબાજુ રિક્ષા, સ્કુટર, બાઈક, નાની મોટી મોટરકારોની વચ્ચે મર્સિડીઝ અને અન્ય કેટલીયે મોઘીદાટ મોટરકારો એક સાથે મંથર ગતિએ આગળ વધતી હતી. અહી તમામ સરખા હતું કોઈ ઊંચનીચ કે અમીરગરીબનો ભેદભાવ નહોતો. કારણ કે અહીના લોકો હવે જનમાર્ગ બીઆરટીએસની બંને તરફ કીડીવેગે દોડનારા વિકાસની વાતો ને સપના લઈને જનારા લોકો હતા.  જેમની ગતિ જનમાંર્ગે છીનવી લીધી હતી. જયારે વચ્ચેનો જનમાર્ગ ક્યારનોયે ખાલી પડ્યો હતો.

મોદી સાહેબ મૂડમાં હતા જનમાર્ગનું ઉદ્ઘાટન પોતે અહિયાં જ કર્યું હતું તે યાદ આવ્યું. પછી તુર્ત જ પૂછ્યું છેલ્લે જમાઈ બાબુએ રાજપથ પાસે હીટ એન્ડ રન કર્યું પછી એવો કોઈ અકસ્માત થયો નથી ને એક કામ કરો એએમસીના પ્રભારીને ફોન કરો તમામ માર્ગો ઉપર બીઆરટીએસ કરી દો તેથી ક્યાય અકસ્માતની ચિંતા ના રહે અને અકસ્માતનો તમામ ક્વોટા બીઆરટીએસને ફાળવી દો તે ટાર્ગેટ પૂરો કરી દેશે.

પીક અવર્સમાં કલાક બાદ ટ્રાફિક હવે થોડો હળવો થયો હતો. રિક્ષા દોડવા લાગી એપીએમસી નજીક  આવીને ઉભી રહી સાહેબ જુહાપુરા લઉં કે... આ બાજુ.  બટકા મીનીસ્ટર સ્વભાવ મુજબ બગડ્યા બહુ દોઢડાહ્યો છે.. ચુપચાપ મણીનગર લઈ ને.. સાહેબના વિસ્તારમાં જવાનું છે.. કોઈ વાત જ સમજતો નથી..

થોડોક્વારમાં રિક્ષા ભૈરવનાથ રોડ ઉપર દોડવા લાગી. રસ્તામાં પાણી હતું મોદી સાહેબે તુર્ત કહ્યું લોકો ખોટી બુમો પડે છે. પાણી નથી.. પાણી નથી  કોંગ્રેસવાલા જુઠ્ઠા જ છે.આટલું પાણી તો રોડ ઉપર છે. પછી કેટલું જોઈએ મારે અસીતને કહેવું પડશે પહેલા જેવી પ્રેસનોટો હમણાં આવતી નથી હમણાં બીજું કામ ના હોય તો આ બાબતે ધ્યાન આપને ભાઈ.

ત્યાં જ રિક્ષાવાળો બબડ્યો સાહેબ આતો ગટરો ઉભરાઈ છે..  તેનું પાણી છે પંદર દિવસથી આવી સ્થિતિ છે. લોકોના કપડા બગડે છે લોકો પડી જાય છે. આ તો સાહેબ મોદી સાહેબનો વિસ્તાર છે. પણ છતાય બધું આવું જ ચાલે છે.  બટકા મીનીસ્ટરથી હવે ના રહેવાયું તેઓ બોલ્યા આ  રિક્ષાવાલો સાલો કોંગ્રેસી લાગે છે. આને કોણ લઇ આવ્યું છે.. ? આપની આ ગુપ્ત મુલાકાતનો ક્યાય ભાંડો ફૂટી ના જાય.

PR/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %