Home» India» India Politics» Narendra modi is lying about friendshp ahmad patel

મોદીના કોઈ મિત્રો નથી તો હું કેવી રીતે હોઈ શકું: એહમદ પટેલ

એજન્સી | May 02, 2014, 02:50 PM IST

નવી દિલ્હી :
મોદીએ પ્રિયંકા ગાંધીને પુત્રી સમાન કહી હોવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર એહમદ પટેલ વિશે નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદનનો  વિવાદ સામે આવ્યો છે. નરેન્દ્ર મોદીએ એહમદ પટેલ તેમના સારા મિત્ર હોવાનું જણાવીને કહ્યું હતું કે હવે તેઓ ફોન પણ ઉપાડતા નથી.
 
આ વાતનો પલટવાર કરતાં એહમદ પટેલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીનો દાવો પાયા વિહોણો છે. જ્યારે તેમના જ પક્ષમાં મોદીના કોઈ મિત્રો નથી તો હું કેવી રીતે તેમનો મિત્ર હોઈ શકું? ઉલ્લેખનીય છે કે બીજેપીના પીએમ પદના ઉમેદવારે દૂરદર્શનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એહમદ પટેલ તેમના સારા મિત્ર હતા પરંતુ હવે એવું નથી. આજની તારીખે એહમદ પટેલ તેમનો ફોન પણ ઉપાડતા નથી.
 
એહમદ પટેલે કહ્યું હતું કે, જ્યારે મેં મોદીનું નિવેદન સાંભળ્યું ત્યારે હું હસી પડ્યો હતો. જો મોદીના નિવેદનમાં તણખલાં ભાર પણ સચ્ચાઈ હોય તો હું રાજકીય જીવન છોડવા તૈયાર છું. નેશનલ ચેનલ દૂરદર્શન પર મોદીનો સંપૂર્ણ ઈન્ટરવ્યુ નહીં બતાવાનો આરોપ છે. ઈન્ટરવ્યુના ઘણા ભાગ પ્રસારિત કરવામાં આવ્યા નથી. પહેલા મોદી દ્વારા પ્રિયંકા ગાંધીને પુત્રી સમાન કહ્યાનો અંશ પ્રસારિત નહીં કર્યાની વાત સામે આવી હતી. હવે એહમદ પટેલ સંબંધિત મોદીનું નિવેદન નહીં પ્રસારિત કરવાની વાત સામે આવી છે.
 
મોદીએ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એહમદભાઈ મારા સારા મિત્રોમાંના એક હતા, પરંતુ હવે નથી. મારા તેમની સાથે નજીકના સંબંધો હતો અને હું ઈચ્છતો હતો કે આ સંબંધ જળવાઈ રહે. પરંતુ હવે મારી વાત તેમની સાથે નથી. તેઓ મારો ફોન પણ ઉપાડતા નથી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %