સ્વર કોકિલા લતા મંગેશકર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખતે એક સાથે એક મંચ પર જોવા મળશે. 27મી જાન્યુઆરીએ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે શહીદ ગૌરવ સમિતિ દ્રારા કાર્યક્રમનું આયોજન થશે. જે દિવસે આ કાર્યક્રમ અંતર્ગત પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને અન્ય વીરતા પુરસ્કારોથી સમ્માનિત 100થી વધુ સૈનિકો અને શહીદોને પરિવારજનોની હાજરીમાં સમ્માનિત કરવામાં આવશે.
આ સમારોહને યાદગાર બનાવા એક સવિશેષ આયોજન થયું છે. જેમાં સ્વર કોકિલો ગતા મંગેશકર “ યે મેરે વતન કે લોગોં “ ગીત ગાશે અને તેમની સાથે અંદાજે 1,00,000 લોકો આ ગીત ગાશે. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્વર કોકિલા લતા મંગેશકરને સમ્માનિત કરશે.
ઉલ્લેખનીય છેકે વર્ષ 1963ની 27મી જાન્યુઆરીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂની હાજરીમાં ગાયક લતા મંગેશકરે ઓ મેરે વતન કે લોગોં ગીત ગાયું હતું .તે વખતે લતા મંગેશકરે આ ગીત ભારત ચીન વચ્ચે છેડાયેલા યુદ્ધમાં શહીદ થયેલા વીર સપૂતો માટે ગાયું હતું. આ ગીત મશહૂર કવિ પ્રદીપે લખ્યું છે.
વિભિન્ન યુદ્ધ દરમ્યાન શહીદ થયેલા વીર સપૂતોની યાદમાં 27મી જાન્યુઆરીને શ્રેષ્ઠ ભારત દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે.
RP
Reader's Feedback: