Home» Entertainment» Theatre» Namo ne nadta nahi play

આ નમોને નડતા નહિ....

જીજીએન ટીમ દ્વારા | June 28, 2013, 05:39 PM IST

વડોદરા :

ગુજરાતી  રંગમંચના પ્રભાવી કલાકાર સંજય ગોરડિયા અભિનીત નાટક  "આ નમો બહુ નડે છે " ના 92 થી વધારે શૉ મુંબઈ સહીત અન્ય પ્રાંતમાં થયા છે. પરંતુ જયારે તેઓ  ગુજરાતમાં શૉ કરવા માટે આવ્યા ત્યારે અધિકારીઓ દ્વારા સદર નાટકનું નામ બદલી ને "આ નમોને નડતા નહિ" કરી દેવાનું સુચન કર્યું હોવાની માહિતી સાંપડી છે.

સંજય ગોરડિયા પ્રોડક્શન દ્વારા આ નમો બહુ નડે છે નામના નાટક ના ઘણા શૉ કર્યા છે. કોમેડી નાટક જયારે તેની માતૃભાષાના દર્શકો સુધી  પહોચ્યું ત્યારે સૌથી પહેલા સ્ક્રિપ્ટની મંજુરી લેવી જરૂરી  હતી. જેથી  કરીને આ નાટકની સ્ક્રિપ્ટ સેન્સર બોર્ડ સમક્ષ રજુ થઇ હતી. સંજય ગોરડિયાનાં જણાવ્યા અનુસાર અધિકારીઓને કદાચ એમ લાગ્યું હતું કે આ નાટકનું નામ એ કોઈની છબીને ખરડી શકે છે. એથી કરીને અધિકારીઓએ તાકીદે આ નાટકનું નામ બદલીને "આ  નમોને નડતા નહિ”  કરી દેવાનું સૂચન કર્યું  જેને માન્ય રાખવામાં આવ્યું.

ગુજરાતમાં બદલાયેલ નામે નાટક ચાલ્યુ હતું.  સંજય  ગોરડિયાએ જો કે જણાવ્યું કે આ નાટકમાં નમો એ નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને નહિ  પરંતુ નરોત્તમ મોરબીવાલા માટે લખાયેલું છે.  જો કે નમોને લીધે ઘણા બધા ગૂંચવાડા થાય છે તે બતાવવાનો પ્રયાસ છે.  સમગ્ર નાટકમાં નરેન્દ્ર મોદી,  જયલલિતા, માયાવતી, મુલાયમસિંહ જેવા નામોનો છૂટથી ઉપયોગ થાય છે.  તેવા સંજોગોમાં આ નાટક હવે બદલાયેલા  નામે જ ગુજરાત બહાર પણ  ચાલશે એમ  લાગી રહ્યું છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %