ગુજરાતમાં ધીરે ધીરે “ચાય પે ચર્ચા” અને “નમો ટી સ્ટોલ”નો વાયરો ફેલાઈ રહ્યો છે. મોદી ચાહકો અને સમર્થકોની સાથે ધંધાદારી વ્યક્તિઓ પણ મોદીની ફેલાયેલી લોકપ્રિયતાનો ફાયદો લેવાની તક જતી કરવા માંગતા નથી.
તાજેતરમાં વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક વેપારી દ્રારા ખોલવામાં આવેલી દાબેલીની દુકાન ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. આ વેપારીએ પોતાની દાબેલીની દુકાનનું નામ મોદી મેજિક દાબેલી આપ્યું છે. જોકે ભરતભાઈ પોતાને મોદીના પ્રશંસક જણાવે છે. અને મોદીના નામનો લાભ ઉઠાવીને ધંધામાં નફો કરવાની તેમની કોઈ યોજના નથી. જે તેમના દ્રારા દુકાનમાં શરૂ કરવામાં આવેલી ઓફરથી સમજી શકાય છે.
ભરતભાઈ નામના આ વ્યક્તિએ મોદી મેજિક દાબેલી નામ રાખવાની સાથે લોકોને ફાયદો પહોંચે તેનું પણ સવિશેષ ધ્યાન રાખ્યું છે. તેમણે 25થી 30 ટકા ડિસ્કાઉન્ટ પણ રાખ્યું છે. દુકાનદારના મતે મોદીના કાર્યકાળ દરમ્યાન લોકો શાંતિથી પોત પોતાના વેપાર ધંધા કરીને સુખી થયા છે. એટલે જ તેમણે મોદીનું નામ પસંદ કર્યું છે.
જોકે આ ચાહકે વેલેન્ટાઈન ડેને ધ્યાને રાખીને આ પ્રકારનું આયોજન કર્યું હતું. અને જેનો લાભ લોકો બેથી ત્રણ દિવસ સુધી લઈ શક્શે.
MP/RP
Reader's Feedback: