સોમનાથ મહાદેવના સાનિધ્યે 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરી બે દિવસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુવર્ણ ત્રિશુળ અને કળશું લોકાપર્ણ આજ રોજ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધન કર્યું હતું. તે વખતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કેશુભાઈ પટેલ હાજર રહ્યાં હતા. એક જ મંચ પર મોદી અને કેશુભાઈને લાંબા સમય બાદ જોવા મળ્યાં છે. પરંતુ સોમનાથ સુવર્ણ કળશ કાર્યક્રમમાં એલ.કે.અડવાણીની ગેરહાજરી જોવા મળી હતી.
નરેન્દ્ર મોદીનું સંબોધન
મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિકાસ માટે નવી રચના જરૂરી છે. આર્થિક વિકાસ માટે ટુરિઝમ મહત્વનું પરિબળ છે. જનભાગીદારીથી સર્વનો વિકાસ શક્ય છે. અને સોમનાથ જિલ્લાનો ઝડપી વિકાસ થાય તે માટે જનભાગીદારીનું સવિશેષ મહત્વ રહેલું છે. જનભાગીદારીને ગુજરાતે પ્રાથમિક્તા આપી છે.
તીર્થધામને સંદર્ભીને કહ્યું હતું કે યાત્રા સદીઓની પરંપરા છે. અને તીર્થધામમાં દાનું સવિશેષ મહત્વ રહેલું છે. સરદાર વલ્લભભાઈ ન હોત તો આ સોમનાથ મંદિર ન હોત. અને જો સરદાર ન હોત તો જુનાગઢ અને હૈદરાબાદ પાકિસ્તાનમાં હોત. દેશના વિકાસ માટે બંને શહેરનું મહત્વનું યોગદાન રહેલું છે.
RP
Reader's Feedback: