
કોલેજોમાં વિવિધ પ્રકારના ડે ઉજવાય છે. પરંતુ વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાં કોલેજ ડેની ઉજવણીમાં રાજનીતિનો તડકો લાગ્યો. આજે સાયન્સ ફેકલ્ટીમાં ટોપી ડે દિન ઉજવાયો હતો. જેમાં મોદી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની જવા પામી હતી.
જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમા ગરમી અનેક ઠેકાણે પોતાનો પગપેસારો કરી રહી છે. આજે વડોદરા ખાતે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ મોદી ટોપીએ રાજકીય વાતાવરણનું નિર્માણ કરી દીધું હતું. કોલેજ પરિસરમાં સાયન્સ ફેકલ્ટી દ્રારા ઉજવાયેલા ટોપી ડે ટાંણે વિધાર્થીઓ દ્રારા મોદી ટોપી પહેરીને લોકસભા ચૂંટણી સંદર્ભે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં યુવાનોની મોટી ભાગીદારી છે ત્યારે વડોદરામાં સાયન્સ ફેકલ્ટીના આ યુવાનોનું મોદી તરફી ઢળી રહેલું વલણ ભાજપ માટે ખુશીના સમાચાર છે પરંતુ કોંગ્રેસની ચિંતામાં વધારો કરી શકે છે.
મોદી ટોપી સંદર્ભે વિધાર્થીઓના મતે ટોપી ડે વખતે અમે કોઈ પણ ટોપી પહેરી શકીએ છીએ પરંતુ અમારા તરફથી મોદી ટોપી પહેરીને અમારું વલણ સ્પષ્ટ કરવાનો આ સંકેત છે. અમે મોદીને વડાપ્રધાન બનતા જોવા ઈચ્છીએ છીએ.
MS/RP
Reader's Feedback: