Home» Youth» Trends» Microsoft eyes 50bn market post nokia deal

માઈક્રોસોફ્ટની નજર સસ્તા મોબાઈલ માર્કેટ પર ઠરી

એજન્સી | April 26, 2014, 02:09 PM IST
microsoft eyes 50bn market post nokia deal

નવી દિલ્હી :
નોકિયાના મોબાઈલ કારોબારની નવી માલિક અમેરિકી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટની નજર હવે સસ્તા મોબાઈલ માર્કેટ પર પડી છે. સસ્તા મોબાઈલનું માર્કેટ લગભગ 50 અબજ ડોલર પર છે. કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, નોકિયાના મોબાઈલ ફોન કારોબારની સાથે માઈક્રોસોફ્ટ ઓછી કિંમતવાળા બજારને ટાર્ગેટ બનાવશે.
 
એક સમયે નોકિયાની મોબાઈલ બજારમાં બોલબાલા હોવાની સાથે દુનિયાની સૌથી મોટી હેન્ડસેટ કંપની હતી. જોકે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતાની વચ્ચે કંપનીનો મોટાભાગનો વર્ગ સેમસંગ અને એપલ તરફ વળી ગયો હતો.
 
નોકિયાએ 2011માં લૂમિયા રેન્જ દ્વારા સ્માર્ટફોન રજૂ કરવાના હેતુથી માઈક્રોસોફ્ટ સાથે હાથ મિલાવ્યા હતા. આ ફોન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે. રિસર્ચ ફર્મ આઈડીસી પ્રમાણે વિન્ડોઝ ફોન 2013ના ચોથા ત્રિમાસિકમાં સૌથી મોટું ઓપરેટિંગ સિસ્ટમ રહ્યું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %