ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે ફરી એક વખત વિવાદસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. મહારાષ્ટ્રમાં સોલાપુર ખાતે એક નિવદેનમાં ઈલેક્ટ્રોનિક્સ મીડિયા પર અંકુશ લગાવા સંદર્ભે કડક શબ્દ પ્રયોગ કર્યો હતો. આ ઈલેક્ટ્રોનિક્સ મીડિયા સંદર્ભે તેમનું આ કરાયેલ નિવેદન ટીવી મીડિયા માધ્યમને હાથે ચઢી જતાં મામલો વણસ્યો હતો. અને નિવેદનની આલોચના થવા પામી હતી. જેથી સુશીલ કુમાર શિંદેએ પોતાના નિવેદન લઈને પોતાનો પક્ષ રાખ્યો હતો જેમાં તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ મીડિયા માટે મેં કઈ પણ કહ્યું નથી. મેં જર્નાલિઝમ પત્રકારિતા સંદર્ભે કશું જ કહ્યું નથી. મારો મતબલ સોશ્યલ મીડિયાથી હતો.
સુશીલ કુમાર શિંદેનું નિવેદન
ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં મોટા પાયે જે થઈ રહ્યું છે તેનાથી હું વાકેફ છું. ગત ચાર મહિનાથી મીડિયાએ કોંગ્રેસને ભડકાવાની કોશિષ કરી. અમે ઈલેક્ટ્રોનિક્સ મીડિયાના આવા તત્વોને કચડી નાખીશું જે દુષ્પ્રચારમાં લાગેલી છે અને જો આવું કરવાનું બંધ નહીં કરે તો તેમણે કહ્યું કે મારા હસ્તક ખુફિયા વિભાગ છે. મને ખબર છેકે આ પ્રકારની કામગીરી કોણ કરી રહ્યું છે. મને ખબર છે કે શું થઈ રહ્યું છે. આની પાછળ અમુક તાકતો છે.
ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદના આ નિવેદન બાદ બ્રોડકાસ્ટ એડિટર્સ એસોસિયેશનના મહાસચિવ એન.કે સિંહે આ નિવેદનની નિંદા કરી છે.
RP
Reader's Feedback: