Home» Sports» Olympic» Match fixing in london olympic

ઓલિમ્પિકમાં બોક્સિંગની મેચ ફિક્સ હતી?

Agencies | August 11, 2012, 03:05 PM IST

નવી દિલ્હી : ઓલિમ્પિકમાં બોક્સિંગની મેચની ઘણી વિવાદિત માહિતીઓ બહાર આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, બે ગોલ્ડ મેડલ મેળવવા 78 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યાં છે. અઝરબેઝાને પોતાના ખેલાડી માટે બે ગોલ્ડ મેડલના બદલામાં ઇન્ટરનેશનલ બોક્સિંગના અધિકારીઓને નવ મિલિયન પાઉન્ડ એટલે કે 78 કરોડ રૂપિયાની રકમ આપીને મેડલ ખરીદ્યાં હોવાની સ્ફોટક વિગતો બહાર આવી છે.

ભારતના કેટલાક મુકાબલા દરમિયાન ભારતીય અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે, ભારતના સ્કોરમાં ગરબડ કરવામાં આવી છે. આવા ઘણા મુદ્દે લંડનમાં ચર્ચા ચાલી રહી છે.

બીબીસીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે,અઝરબેઝાને બે ગોલ્ડ મેડલના બદલામાં ઇન્ટરનેશનલ બોક્સિંગના અધિકારીઓએ નવ મિલિયન પાઉન્ડ એટલે કે 78 કરોડ રૂપિયાની રકમ આપીને મેડલનું સેટિંગ કર્યું હતું.

આ પ્રશ્ન ત્યારે જ ઉપસ્થિત થયો હતો જ્યારે અઝરબેઝાનના ખેલાડીના જાપાનના ખેલાડી સાથેના મુકાબલામાં અઝરબેઝાનના ખેલાડીને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

જોકે ઇન્ટરનેશનલ બોક્સિંગ ઓથોરિટીએ આ પ્રકારનું કામ થયું હોવાનો ઇનકાર કર્યો છે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને પણ મેડલના બદલામાં નાણાં મળ્યાં હોય તેવા હાલ પૂરતાં કોઈ પુરાવા મળ્યા ન હોવાથી આગળના દિવસોમાં વધુ તપાસ કરવામાં આવશે.

MP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %