Home» Entertainment» TV» Manoj bajpayee to host a tv series based on 35 encounters held in mumbai

મુંબઈના 35 એન્કાઉન્ટરની સીરીઝના હોસ્ટ તરીકે મનોજ વાજપેયી

એજન્સી | March 24, 2014, 06:14 PM IST

મુંબઈ :
મનોજ વાજેયપી સોની ટીવી પરથી પ્રસારિત થનારી એક સીરીઝમાં હોસ્ટ તરીકે નજરે પડી શકે છે. આ સીરીઝનું નામ એન્કાઉન્ટર હશે તેવી ચર્ચા હાલમાં થઈ રહે છે. જેમાં એક-એક કલાકના 35 એન્કાઉન્ટરના એપિસોડ બતાવવામાં આવશે.
 
આ સીરીઝમાં મુંબઈમાં થયેલા 35 એન્કાઉન્ટર બતાવવામાં આવશે. જેમાં મુંબઈનું જાણીતું માન્યે સુર્વે એન્કાઉન્ટર પણ બતાવામાં આવશે. આ પહેલા માન્યે સુર્વેના એન્કાઉન્ટર પર આધારિત બોલિવૂડમાં એક ફિલ્મ પણ બની ચૂકી છે. જોન અબ્રાહમ સ્ટાર અને એક્તા કપૂરના પ્રોડક્શનમાં બનેલી તે ફિલ્મનું નામ શૂટઆઉટ એટ વડાલા હતું.
 
જોકે, મહત્ત્વની વાત એ છે કે આજકાલ આ શોની પ્રોડક્શન ટીમને દરેક જગ્યાએ મનોજ વાજપેયીની આગળ પાછળ ફરતી જોવા મળી રહી છે. મનોજ વાજપેયી હાલમાં આગ્રામાં એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે ત્યાં પણ આ પ્રોડકશન ટીમ જોવા મળી હતી.
 
મનોજ વાજપેયીની આસપાસ ફરવાનો હેતુ એટલો જ છે કે તેમની ફિલ્મનું પેક અપ થાય અને તે પોતાની સીરીઝના એપિસોડનું શુટિંગ કરી શકે. હવે જોવાનું એ રહે છે કે આ સીરીઝ ટેલિવિઝન પર ક્યારે પ્રસારિત થાય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots