થોડા દિવસ અગાઉ મલેશિયાનું વિમાન અચાનક ગુમ થઈ ગયું હતું. જેની હજૂ સુધી કોઈ સંભાળ મળી નથી. નોંઘનીય છેકે આ વિમાનમાં 5 ભારતીય સહિત 239 લોકો મુસાફરો છે.મલેશિયા એરલાઈન્સથી ઉડાન ભરેલુ યાત્રીઓનું વિમાન છેલ્લા એક સપ્તાહથી ગુમ છે. આ ગુમ થયેલા વિમાનની શોધખોળ થઈ રહી છે તે સમયે જ હવે મલેશિયન સરકાર દ્વારા એક વઘુ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. મલેશિયન સરકારે એવો દાવો કર્યો છે કે મલેશિયના વિમાનને હાઈજેક કરવામાં આવ્યુ છે.
મલેશિયન સરકારનો દાવો
ન્યૂઝ એજન્સી એપી દ્વારા મલેશિયન સરકાર તરફથી આ પ્રમાણેનો દાવો કરવામાં આવ્યો છે. મલેશિયાના પ્રધાનમંત્રી નજીબ રઝાકે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે માહિતી આપી છે. ન્યૂઝ એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ હાઈજેકિંગમાં એકથી વધુ લોકોનો સમાવેશ થયો છે અને તેમની પાસે વિમાન ઉડાવવાનો પણ સારો અનુભવ છે. જે લોકોએ વિમાન હાઈજેક કર્યું છે તેઓ વિમાનમાં જ સવારી કરી રહ્યા હતા અને તેમના મત પ્રમાણે વિમાનને હાઈજેક કરતા પહેલા તેના દરેક ઉપકરણો બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી તે રડારની પહોચથી બહાર રહે.
RP
Reader's Feedback: