Home» Entertainment» Bollywood» Madhuri dixit new desire

માધુરીને નિર્દેશક બનવું છે

એજન્સી | April 28, 2014, 05:21 PM IST

મુંબઈ :
બોલીવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતને હવે એક નવી ઈચ્છા થઈ છે. હવે તે નિર્દેશન પર હાથ અજમાવવા માગે છે. માધુરી દીક્ષિતે આ વર્ષે રજૂ થયેલી ડેઢ ઈશ્કિયાં દ્વારા બોલિવૂડમાં કમબેક કર્યું હતું. ડેઢ ઈશ્કિયાં બાદ તેની ફિલ્મ ગુલાબ ગેંગ રજૂ થઈ હતી. જોકે, આ બંને ફિલ્મો બોલીવૂડ પર કંઈ ખાસ પ્રભાવ પાડી શકી નહોતી. હવે એવી ચર્ચા જાગી છે કે માધુરી દીક્ષિત નિર્દેશનના ક્ષેત્રમાં પોતાની કિસ્મત અજમાવવા માગે છે.
 
બોલીવૂડમાં થઈ રહેલા ગણગણાટ મુજબ માધુરી હાલમાં એક ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહી છે. માધુરી ત્રણ વર્ષથી આ સ્ક્રીપ્ટ પર ફિલ્મ બનાવવા માગતી હતી. ચર્ચા એવી પણ છે કે આ ફિલ્મમાં આર. માધવન કામ કરી શકે છે.માધવન આ ફિલ્મનું શુટિંગ પોતાની ફિલ્મ તનુ વેડ્સ મનુની સીકવલ બાદ જ કરી શકે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %