Home» Business» Commerce Services» Lpg cylinders to be available at petrol pumps

પેટ્રોલ પંપ પર મળશે ગેસ સિલિન્ડર

Agencies | October 02, 2013, 06:54 PM IST

નવી દિલ્હી :

રાંધણગેસ હવે દેશનાં કેટલાક પેટ્રોલ પંપ ખાતેથી બજાર કિંમતે મળશે. પેટ્રોલિયમ પ્રધાન વિરપ્પા મોઇલીએ શનિવારે બેંગલુરૂમાં વેચાણ અને એલપીજી પોર્ટેબિલિટી યોજનાને વિધિવત્ રીતે શરૂ કરશે.

આ યોજનાનાં પ્રારંભે ઑઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ પંપ પર પાંચ કિલોગ્રામ વજનનાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવાશે.

ઑઇલ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે બીજા શહેરમાં રહેતા લોકો, બીપીઓ કર્મચારીઓ સહિત જરૂરિયાતમંદ લોકોને સિલિન્ડર મેળવવાની અને રિફ્યુલ કરવાની સુવિધા આપશે, કારણ કે પેટ્રોલ પંપ લાંબા સમય સુધી ખુલ્લા રહેતા હોય છે.

યોજના શરૂઆતમાં દિલ્હી, કોલકાતા, ચેન્નઇ અને મુંબઇમાં પસંદગીનાં આઉટલેટ પર શરૂ કરવામાં આવશે. સરકાર એલપીજી પોર્ટેબિલિટી યોજના પણ શરૂ કરશે. જેના હેઠળ ગ્રાહક પોતાનાં વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુટર અને ઑઇલ કંપનીઓની પસંદ કરી શકશે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %