દેશની જનતાને વર્ષે સબસીડીવાળા 12 સિલીન્ડર આપવાની યોજનાનો આજથી પ્રારંભ થયો છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની માગણી પછી સબસીડીવાળા બાટલાની સંખ્યા 9માંથી વધારીને 12 કરવાનો નિર્ણય લીધો હતો અને તેનો અમલ 1લી એપ્રિલથી કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયનો આજથી અમલ થશે જેથી દેશની જનતાને હવે ભારે રાહત મળશે.
કેન્દ્રની તિજોરી ઉપરનો સબસીડીનો બોજો ઘટાડવા માટે સબસીડીવાળા બાટલાની સંખ્યા 6 કરી નાખવામાં આવી હતી. પરંતુ આ સંદર્ભે ભારે વિરોધ ઉભો થતાં 9 બાટલા આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ સરકાર આટલા બાટલાની સંખ્યામાં વધારો કરશે તેવી ધારણા હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ એઆઈસીસીના અધિવેશનમાં વડાપ્રધાનની હાજરીમાં 12 બાટલાની રજૂઆત કરી હતી. જેના બીજા દિવસે કેન્દ્ર સરકારે આ માગણીનો સ્વીકાર કરવાની જાહેરાત કરી હતી.
આજથી દેશની જનતાને સબસીડીના દરે રાંધણગેસના 12 બાટલા મળશે.
RP
Reader's Feedback: