ભગવાન શ્રીરામે પતંગ ચગાવ્યો હતો
વારાણસી :
ભારતીય જ્યોતિષ પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તેનું આ પરિવર્તન અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય છે. જેના પરિણામે મકરસંક્રાંતિ બાદ રાત્રિનો સમયગાળો ઓછો થતો જાય છે. સૂર્ય ઉર્જાનો અખૂટ ભંડાર છે તેના પરિણામે વધારે માત્રામાં ચમકવાથી પ્રાણી જગતમાં ચેતના આવે છે અને તેની કાર્ય શક્તિમાં વધારો થાય છે.
મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવે છે. પતંગ ચગાવવાની પરંપરા બહુ પ્રાચીન છે. સૂર્ય માટે પણ પતંગ શબ્દ પ્રયોજાય છે. પક્ષીઓને પણ પતંગ કહેવાય છે. રામાયણના બાલકાંડમાંથી એવું પ્રમાણ મળે છે કે ભગવાન શ્રી રામે પણ પતંગ ચગાવી હતી.
પંપાપુરથી પ્રભુ શ્રીરામે હનુમાનજીને બોલાવ્યા હતા. તે સમયે હનુમાનજી બાળ સ્વરૂપે હતા. જ્યારે તેઓ આવ્યા ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર હતો. ભગવાન શ્રીરામ ભાઇઓ તથા મિત્રો સાથે પતંગ ઉડાવતા હતા. કહેવામાં આવે છે કે પતંગ ચગાવતા તેઓ દેવલોક સુધી પહોંચી ગયા હતા.
રામચરિત માનસમાં મહાકવિ તુલસીદાસે આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. જેના સંદર્ભમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ એક દિન ચંગ ઉડાઇ, ઇંદ્રલોક મેં પહુંચી જાઇ.’ પતંગને જોઇને ઇંદ્રના પુત્ર જયંતની પત્ની તેના તરફ આકર્ષાઇ હતી. તે પતંગ અને પતંગ ચગાવનાર વિશે વિચારવા લાગી કે, ‘જાસુ ચંગ અસ સુંદરતાઇ, સો પુરુષ જગ મે અધિકાઇ.’ આવો ભાવ મનમાં આવતા જ તેણે પતંગ પોતાની પાસે રાખી લીધો અને વિચારવા લાગી કે પતંગ ચગાવનાર પોતાનો પતંગ લેવા જરુર આવશે તેમ માનીને રાહ જોવા લાગી.
પતંગ પકડાઇ જવાના કારણે દેખાતો ન હતો, તેથી શ્રીરામે બાલ હનુમાનને તેની ભાળ મેળવવા મોકલ્યા. પવનપુત્ર હનુમાન આકાશમાં ઉડતા ઉડતા ઇંદ્રલોકમાં પહોંચી ગયા. ત્યાં જઇને તેમણે જોયું કે એક સ્ત્રી તે પતંગને તેના હાથમાં પકડીને ઊભી હતી. હનુમાને તેમની પાસેથી પતંગ માગી. તે સ્ત્રીએ હનુમાનજીને પૂછ્યું કે, આ પતંગ કોની છે? ત્યારે તેમણે પ્રભુ શ્રીરામનું નામ આપ્યું. સ્ત્રીએ તેમના દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
હનુમાનજી આ સાંભળીને પાછા આવ્યા અને સમગ્ર ઘટના શ્રીરામને કહી સંભળાવી. શ્રીરામે આ સાંભળીને હનુમાનને પરત મોકલીને તેમની સાથે સંદેશો મોકલ્યો કે, તેમને કહેજો કે હું તેમને ચિત્રકૂટમાં ચોક્કસ દર્શન આપીશ. હનુમાનજીએ આ જવાબ જયંતની પત્નીને સંભળાવ્યો. જવાબ સાંભળીએ જયંતની પત્નીએ પતંગ છોડી દીધો હતો.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: