Home» Education» International Education» License cancel of london metropolitan university

લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

એજન્સી | August 31, 2012, 12:52 PM IST

લંડન :

લંડનની એક યુનિવર્સિટીએ ભારતીય તથા બિન-યુરોપીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું લાઇસન્સ રદ કર્યું છે. જેના કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જવાની શક્યતાઓ સેવાઇ રહી છે. હાલ એવી પરિસ્થિતિ છે કે જે ભારતીય વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમના બીજા કે ત્રીજા વર્ષમાં છે, તેમણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા બ્રિટનની અન્ય યુનિવર્સિટીમાં જવું પડશે. જો આ બાબત શક્ય ન બની તો નિયમ પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ છોડીને એક મહિનાની અંદર ભારત પરત ફરવું પડશે.

યુનિવર્સિટીનું લાઇસન્સ રદ કરવા માટે એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે, મેટ્રોપોલિટન યુનિવર્સિટીના વહીવટમાં ઘણા ગોટાળા છે.  જોકે આ ઘટનાને પગલે પહેલેથી ત્યાં ભણી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓએ હવે કોઈ વૈકલ્પિક યોજના બનાવવી પડશે.

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરથી શરૂ થતાં સત્ર માટે ત્યાં જવાના હતા, તેમના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયું છે.

બ્રિટનના ઇમિગ્રેશનવિભાગે જણાવ્યું હતું કે, લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં બિન-યુરોપીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે, કારણ કે આ યુનિવર્સિટીએ પોતાની વ્યવસ્થામાં ઊભી થયેલી ગરબડો દૂર કરવાના સૂચનનું પાલન થઇ શક્યું નથી.

નોંધનીય છે કે યુકે બોર્ડર એજન્સી દ્વારા યુનિવર્સિટીના વ્યવસ્થાતંત્રને વ્યવસ્થિત કરવાની સૂચના છ મહિના અગાઉ અપાઈ ચૂકી હતી.

અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે, લાઇસન્સ રદ થવાથી જે ભારતીય વિદ્યાર્થીઓ તથા બિન -યુરોપીય વિદ્યાર્થીઓને અસર થશે  તેમની મદદ કરવા માટે એક કાર્યજૂથ બનાવવામાં આવ્યું છે. મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં ભારતીય સહિત આશરે 2000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

MP/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %