Home» Youth» Trends» Lg s smart bulb connects with your smartphone

લ્યો બોલો, હવે ફોન આવવાના સમાચાર સ્માર્ટ બલ્બ આપશે

એજન્સી | March 26, 2014, 04:48 PM IST

નવી દિલ્હી :
હવે તમારા ઘરનો બલ્બ ફોન આવવાની પણ જાણકાર આપશે. જી હાં, એલજી એવો સ્માર્ટ બલ્બ લઈને આવી રહી છે જે ફોન કોલ આવતા જ ઝબકવાં લાગશે. આ સ્માર્ટ બલ્બને લોન્ચ કરવાની તૈયારીઓ થઈ રહી છે.
 
આ બલ્બની ખાસિયત એ છે કે બ્લૂ ટૂથ તથા વાઈફાઈથી મોબાઈલ સાથે કનેક્ટ કરી શકાશે. જે બાદ પોતાનું કામ શરૂ કરી શકાશે. આ ઉપરાંત આ બલ્બ પર તમે પોતાના મનપસંદ રંગોનું આવરણ પણ લગાવી શકશો.
 
એલજીના જણાવ્યા પ્રમાણે સ્માર્ટ બલ્બને આઈઓએસ તથા એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાય છે, પરંતુ ડિવાઈસમાં આઈઓએસ 6.0થી ઉપર તથા એન્ડ્રોઈડ 4.3થી એડવાન્સ વર્ઝન હોવું જરૂરી છે. 32 ડોલરની કિંમતનું આ ડિવાઈસ ટૂંક સમયમાં જ બજારમાં ઉતારવામાં આવશે.
 
આ ઉપરાંત એલજી એક ફ્રિઝ લઈને આવી રહી છે જેમાં બિયર માત્ર 10 મિનિટમાં જ ઠંડુ થઈ જશે. આ પ્રોડક્ટને પણ થોડા મહિનાઓમાં લોન્ચ કરવામાં આવશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %