Home» Youth» Gadgets» Lg g3 smartphone will launch on may 27th

LG 27 મેના રોજ G3ની ધમાકેદાર રજૂઆત કરશે

એજન્સી | May 02, 2014, 03:39 PM IST

નવી દિલ્હી :
કોરિયાની મોબાઈલ કંપની LG નવો પ્રીમિયમ મોબાઈલ ફોન G3 27 મેના રોજ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ અંગેનું આમંત્રણ ગ્રાહકો અને ડીલરોને મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. નવા મોડલનું લોન્ચિંગ 27 મેના રોજ કોરિયાની રાજધાની સોલ સહિત સાન ફ્રાન્સિસકો, ન્યૂયોર્ક અને લંડનમાં પણ થશે તેમ એક વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે.
 
જી સીરીઝના આ સ્માર્ટફોન અંગે કંપનીનું કહેવું છે કે તેની ઈન્ટરફેસ, ડિઝાઈન તથા બનાવટ કઈંક અલગ હશે. આ ફોનના ઘણા ફીચર અગાઉથી જ લીક થઈ ચૂક્યા છે. હવે એવી ખબર આવી છે કે તેમાં પાછળની બાજુએ એક બટન લાગેલું છે અને એક નવું સેંસર પણ પાછળ લાગેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, LG G3ની સ્ક્રીન 5.5 ઈંચની હશે. જેનું રિઝોલ્યુશન 2560x1440 પિક્સલ હશે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન MSM 8974 પ્રોસેસર હશે.
 
એલજીનો નવો ફોન લેટેસ્ટ એન્ડ્રોઈડ 4.4.2 કિટકેટ પર ચાલે છે. ફોનમાં 13 મેગાપિક્સલનો પાવરફૂલ કેમેરો હશે, જ્યારે ફ્રન્ટમાં 2.1 મેગા પિક્સલનો કેમેરો હસે. આ ફોન ગોલ્ડ કલરમાં પણ મળશે. જોકે તેની કિંમત અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ આ ફોન પ્રીમિયમ ફોન હોવાના કારણે મોંઘો હશે તેમ માનવામાં આવી રહ્યું છે.
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %