Home» Women» Shopping & Trends» It is now legal for women to wear pants in paris

પેરિસમાં હવે મહિલાઓ પેન્ટ પહેરી શકશે

IANS | February 05, 2013, 01:15 PM IST

પેરિસ : ફ્રાન્સની રાજધાની પેરિસમાં મહિલાઓને પેન્ટ પહેરવાનો અધિકાર આખરે મળી ગયો છે. સરકારે સોમવારે 200 વર્ષ જૂના આ પ્રતિબંધને દુર કર્યો છે. મહિલા અધિકારમંત્રી વ્લોડ બેલ્કાસેમે આ પ્રતિબંધને આધુનિક ફ્રાન્સના મુલ્યો અને કાયદાની વિરુદ્ધ ગણાવ્યો હતો.

વર્ષ 1800થી અમલમાં રહેલા આ કાયદા અંતર્ગત પેરિસની મહિલાઓને પેન્ટ પહેરવાની સ્થિતિમાં અપરાધ માટે કાર્યવાહીનો ભોગ બનવું પડતું હતું. એટલે સુધી કે પેન્ટ પહેરવા માટે સ્થાનિક પોલીસ પાસેથી અનુમતિ લેવી પડતી હતી.

જો કે આ કાયદામાં 1882 અને 1909માં સંશોધન પણ કરવામાં આવ્યું હતું પરંતુ એ સમયે પણ મહિલાઓને સંપુર્ણ અધિકાર પ્રાપ્ત થયો નહોતો. એ સમયે શરત રાખવામાં આવી હતી કે જો મહિલાઓ સાયકલ કે ઘોડા પર સવાર હોય તો એ સ્થિતિમાં તેમને પેન્ટ પહેરવાની અનુમતિ આપવામાં આવતી હતી. જો કે હવે મહિલાઓને પેન્ટ પહેરવાની પુરેપુરી આઝાદી મળી છે અને એ માટે કોઈની અનમુતિ લેવાની જરૂર નહીં પડે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %