Home» Development» Environment» International ozone day

આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે

જીજીએન ટીમ દ્વારા | September 15, 2012, 07:15 PM IST

અમદાવાદ :

પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વમાં 16 સપ્ટેમ્બરના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ’’ તરીકે ઊજવવામાં આવે છે.

ઓઝોન વાયુ઼નો 90 ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં 10 થી 50 કિલોમીટર ઊંચે હોય છે. સૂર્યનાં કિરણોમાંથી નીકળતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતાનું નિયમન કરવાનું કામ આ ઓઝોન પડ કરે છે. આ કિરણો ઓઝોન પડમાંથી ગળાઇને મંદ પડે છે. નહીં તો ચામડી ઉપર ખંજવાળ જેવા લાંબા ગાળાની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.

માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઇ રહેલી વિપરીત અસરોમાં પૃથ્વીના ઓઝોન વાયુનાં પડમાં ગાબડાં પડ્યાં હોવાનો વૈજ્ઞાનિક મત છે. આથી વૈશ્વિકસ્તરે વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખનારા સમુદાયોના ­પ્રયત્નોથી આ દિશામાં રચનાત્મક અભિગમ ઊભો કરવાનો જનમત કેળવાઇ રહ્યો છે.

તા.16-9-1987ના મોન્ટ્રીઅલ કરાર મુજબ ઓઝોન વાયુના પડને પાતળું બનાવતાં કે નુકસાન કરતાં પદાર્થોનો ઉપયોગ ક્રમશઃ ઘટાડવાનું સ્વીકારવામાં આવ્યું છે. આવા પદાર્થોને અગ્રેજીમાં ટૂંકમાં ઓડીએસ (ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીઝ) કહે છે. એરોસોલવાળી પેદાશોની બનાવટમાં, શ્વાસોચ્છવાસ માટેના કૃત્રિમ યંત્રોમાં વપરાતાં પદાર્થોની બનાવટમાં, રેફ્રિજરેટરમાં, એરકન્ડિશનરમાં, અગ્નિશામક ઉપકરણોમાં, ફીણનો ફુવારો છાંટવાનાં સાધનોમાં, ભેજ ઓછો કરવાના ડીહ્યુમીડીફાયરમાં, વોટરકૂલરમાં, બરફનાં મશીનમાં, કોમ્પ્રેસરમાં, છંટકાવની બનાવટમાં તથા સફાઇ કરવાના પદાર્થોને ઓગાળવાનાં માધ્યમ (સોલવન્ટ) તરીકે આવા ઓડીએસ પદાર્થો વપરાય છે.

રાષ્ટ્ર સમૂહના દેશોની સામાન્ય સભાના ઠરાવ મુજબ ઉપરોકત મોન્ટ્રીઅલ કરારનાં ઉમદા હેતુની કામગીરી ચાલુ રાખવા તથા સમગ્ર વિશ્વનું ધ્યાન દોરીને જનજાગૃતિ કેળવવા માટે પ્ર­તિ વર્ષે 16 સપ્ટેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઓઝોન પડ જાળવણીદિન તરીકે ઊજવવાનુ઼ં નકકી કરવામાં આવ્યું છે.

ઉદ્યોગો તેમના ઉત્પાદનની બનાવટોમાં ઓઝોન પડને નુકસાન ન કરે તેવી આધુનિક પદ્ધતિઓ અપનાવે તે મહત્વનું છે. માત્ર પર્યાવરણમિત્ર ગણાતા, સલામત પદ્ધતિવાળાં સાધનો કે ઉપકરણો જ ખરીદવાની ગ્રાહકોએ માંગણી કરવી જોઇએ. ઉદ્યોગોએ આધુનિક પદ્ધતિવાળાં સાધનો વાપરવાં જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓઝોન પડની જાળવણી બાબતે વકતૃત્વસ્પર્ધાઓ, પોસ્ટર્સ સ્પર્ધાઓ, ચર્ચાઓ વગેરે કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઇએ.

રેફ્રિજરેટર અને એરકન્ડિશનર સાધનોના નિભાવ અને જાળવણી દરમિયાન ઓડીએસ કે તેના વાયુસ્વરૂપને વાતાવરણમાં છોડવાને બદલે તેનો પુનઃવપરાશ કરવા, નવેસરથી વાયુ ભરવાને બદલે માત્ર ખૂટી ગયેલા વાયુનો જથ્થો ઉમેરવા, આ સાધનો કે કોલ્ડ સ્ટોરેજ જેવા પ્લાન્ટ જર્જરિત બને ત્યારે તેની મરામત કરવાને બદલે તેનો વપરાશ બંધ કરી તેનો નિકાલ કરવા અને ઓઝોન ફ્રેન્ડલી સાધન સામગ્રી વસાવવા તથા ઓઝોન પડનું રક્ષણ કરતી કે જાળવણી કરતી બનાવટોની ઉપલબ્ધિ અને નિયંત્રણનાં પગલાંની માહિતીનો ­પ્રચાર કરવો, વગેરે કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે.

PP/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.26 %
નાં. હારી જશે. 19.10 %
કહીં ન શકાય. 0.64 %