પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વમાં 16 સપ્ટેમ્બરના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ’’ તરીકે ઊજવવામાં આવે છે.
ઓઝોન વાયુ઼નો 90 ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં 10 થી 50 કિલોમીટર ઊંચે હોય છે. સૂર્યનાં કિરણોમાંથી નીકળતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતાનું નિયમન કરવાનું કામ આ ઓઝોન પડ કરે છે. આ કિરણો ઓઝોન પડમાંથી ગળાઇને મંદ પડે છે. નહીં તો ચામડી ઉપર ખંજવાળ જેવા લાંબા ગાળાની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.
માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઇ રહેલી વિપરીત અસરોમાં પૃથ્વીના ઓઝોન વાયુનાં પડમાં ગાબડાં પડ્યાં હોવાનો વૈજ્ઞાનિક મત છે. આથી વૈશ્વિકસ્તરે વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખનારા સમુદાયોના પ્રયત્નોથી આ દિશામાં રચનાત્મક અભિગમ ઊભો કરવાનો જનમત કેળવાઇ રહ્યો છે.
તા.16-9-1987ના મોન્ટ્રીઅલ કરાર મુજબ ઓઝોન વાયુના પડને પાતળું બનાવતાં કે નુકસાન કરતાં પદાર્થોનો ઉપયોગ ક્રમશઃ ઘટાડવાનું સ્વીકારવામાં આવ્યું છે. આવા પદાર્થોને અગ્રેજીમાં ટૂંકમાં ઓડીએસ (ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીઝ) કહે છે. એરોસોલવાળી પેદાશોની બનાવટમાં, શ્વાસોચ્છવાસ માટેના કૃત્રિમ યંત્રોમાં વપરાતાં પદાર્થોની બનાવટમાં, રેફ્રિજરેટરમાં, એરકન્ડિશનરમાં, અગ્નિશામક ઉપકરણોમાં, ફીણનો ફુવારો છાંટવાનાં સાધનોમાં, ભેજ ઓછો કરવાના ડીહ્યુમીડીફાયરમાં, વોટરકૂલરમાં, બરફનાં મશીનમાં, કોમ્પ્રેસરમાં, છંટકાવની બનાવટમાં તથા સફાઇ કરવાના પદાર્થોને ઓગાળવાનાં માધ્યમ (સોલવન્ટ) તરીકે આવા ઓડીએસ પદાર્થો વપરાય છે.
રાષ્ટ્ર સમૂહના દેશોની સામાન્ય સભાના ઠરાવ મુજબ ઉપરોકત મોન્ટ્રીઅલ કરારનાં ઉમદા હેતુની કામગીરી ચાલુ રાખવા તથા સમગ્ર વિશ્વનું ધ્યાન દોરીને જનજાગૃતિ કેળવવા માટે પ્રતિ વર્ષે 16 સપ્ટેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઓઝોન પડ જાળવણીદિન તરીકે ઊજવવાનુ઼ં નકકી કરવામાં આવ્યું છે.
ઉદ્યોગો તેમના ઉત્પાદનની બનાવટોમાં ઓઝોન પડને નુકસાન ન કરે તેવી આધુનિક પદ્ધતિઓ અપનાવે તે મહત્વનું છે. માત્ર પર્યાવરણમિત્ર ગણાતા, સલામત પદ્ધતિવાળાં સાધનો કે ઉપકરણો જ ખરીદવાની ગ્રાહકોએ માંગણી કરવી જોઇએ. ઉદ્યોગોએ આધુનિક પદ્ધતિવાળાં સાધનો વાપરવાં જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓઝોન પડની જાળવણી બાબતે વકતૃત્વસ્પર્ધાઓ, પોસ્ટર્સ સ્પર્ધાઓ, ચર્ચાઓ વગેરે કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઇએ.
રેફ્રિજરેટર અને એરકન્ડિશનર સાધનોના નિભાવ અને જાળવણી દરમિયાન ઓડીએસ કે તેના વાયુસ્વરૂપને વાતાવરણમાં છોડવાને બદલે તેનો પુનઃવપરાશ કરવા, નવેસરથી વાયુ ભરવાને બદલે માત્ર ખૂટી ગયેલા વાયુનો જથ્થો ઉમેરવા, આ સાધનો કે કોલ્ડ સ્ટોરેજ જેવા પ્લાન્ટ જર્જરિત બને ત્યારે તેની મરામત કરવાને બદલે તેનો વપરાશ બંધ કરી તેનો નિકાલ કરવા અને ઓઝોન ફ્રેન્ડલી સાધન સામગ્રી વસાવવા તથા ઓઝોન પડનું રક્ષણ કરતી કે જાળવણી કરતી બનાવટોની ઉપલબ્ધિ અને નિયંત્રણનાં પગલાંની માહિતીનો પ્રચાર કરવો, વગેરે કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે.
PP/DT
આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.26 % |
નાં. હારી જશે. | 19.10 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: